કર્મો કરેલા મુજને નડે છે,
હૈયું હીબકાં ભરીને રડે છે,
જીવવા ચાહું તો જીવાતું નથી,
મરવા ચાહું તો મરાતું નથી
હો હો…કર્મો કરેલા મુજને…
કોઈ જન્મે કરમ મેં હસીને કર્યા,
આંસુડા આજ મારા નયનમાં ભર્યા
હું પ્રયાસો કરું માણવા જીંદગી,
કર્મ મુજને સફળ ના થવા દે કદી
કર્મો કરેલા મુજને…
જીંદગી ના મળે મોત ઝંખું અગર,
મોત પણ ના મળે કર્મ તૂટ્યા વગર
જાણ હોતી અગર આ પરિણામની,
તો કરત ના હું સંગત બુરા કામની
કર્મો કરેલા મુજને…
कर्मो करेला मुजने नडे छे,
हैयुं हीबकां भरीने रडे छे,
जीववा चाहुं तो जीवातुं नथी,
मरवा चाहुं तो मरातुं नथी
हो हो…कर्मो करेला मुजने…
कोई जन्मे करम में हसीने कर्या,
आंसुडा आज मारा नयनमां भर्या
हुं प्रयासो करुं माणवा जींदगी,
कर्म मुजने सफळ ना थवा दे कदी
कर्मो करेला मुजने…
जींदगी ना मळे मोत झंखुं अगर,
मोत पण ना मळे कर्म तूट्या वगर
जाण होती अगर आ परिणामनी,
तो करत ना हुं संगत बुरा कामनी
कर्मो करेला मुजने…
Karmo karela mujne nade chhe,
Haiyu heebakaa bharine rade chhe,
Jeev vaa chahu to jivatu nathi,
Marvaa chahu to maraatu nathi
Ho ho… Karmo karela mujne…
Koi janme karam me haseene karya,
Ansudaa aaj maara nayana ma bharyaa
Me prayaaso karya maanavaa jindagi,
Karma mujane safal na thavaa de kadi
Karmo karela mujne…
Jindagi naa male mot zankhun agar,
Mot pan naa male karma tootyaa vagar
Jaan nahotee agar aa parinaam ni,
to karat na hu sangata buraa kaamani
Karmo karela mujne…


