ગુરૂ વચનોં પર વિશ્વાસ કરી
આ ભોગો ને હું ઠુકરાવું છું
બેરંગી આ સંસાર ત્યજી ને
સંયમ ના રંગે રંગાઉ છું
મારે બનવું છે અણગાર હવે
શણગાર બધા આ છોડી ને
મારે કરવા છે હવે કેસરીયા
કર્મો ના બંધન તોડી ને…
ઓ મારા પ્રભુ વીતરાગ વિભુ
મારી નસ નસમાં તારી આજ્ઞા છે
કાચો ના પડે મારો વૈરાગ્ય
અંતરની એક જ પ્રાર્થના છે…
તારા શાસનમાં ભળી જાઉં
બસ તારામય બની જાઉં
બસ એવા મને આશિષ આપ તું…
તારા સંયમ ને હું પામું
મારા આતમને અજવાળું
બસ એવા મને આશિષ આપ તું…
તારા કુળ માં પિતા મને જન્મ મળયો
એ મારૂ પરમ સૌભાગ્ય છે
તારા ખોળે મારો ઉછેર થયો
ઓ માઁ મારૂ અહોભાગ્ય છે…
તારૂ નામ સદા દિપાવિશ હું
તારા સંસ્કારોને પાળીશ હું
તારી કુક્ષીને અજવાળીશ હું
તારી આંખો ને ના ભીંજવિશ તું…
ઓ ઉપકારી માતા-પિતા
મુજ જન્મ જીવનદાતા
અંતરના મુજને આશિષ આપજો…
પ્રભુ આજ્ઞામય સંયમ હો
ગુરૂ આજ્ઞામય જીવન હો
અંતરના એવા આશિષ આપજો…
“કેસરીયા“
મારે બનવું છે અણગાર હવે
શણગાર બધા આ છોડી ને
મારે કરવા છે હવે કેસરીયા
કર્મો ના બંધન તોડી ને…
ઓ મારા પ્રભુ વીતરાગ વિભુ
મારી નસ નસમાં તારી આજ્ઞા છે
કાચો ના પડે મારો વૈરાગ્ય
અંતરની એક જ પ્રાર્થના છે…
તારા શાસનમાં ભળી જાઉં
બસ તારામય બની જાઉં
બસ એવા મને આશિષ આપ તું…
તારા સંયમ ને હું પામું
મારા આતમને અજવાળું
બસ એવા મને આશિષ આપ તું…
“કેસરીયા“
गुरू वचनों पर विश्वास करी
आ भोगो ने हुं ठुकरावुं छुं
बेरंगी आ संसार त्यजी ने
संयम ना रंगे रंगाउ छुं
मारे बनवुं छे अणगार हवे
शणगार बधा आ छोडी ने
मारे करवा छे हवे केसरीया
कर्मो ना बंधन तोडी ने…
ओ मारा प्रभु वीतराग विभु
मारी नस नसमां तारी आज्ञा छे
काचो ना पडे मारो वैराग्य
अंतरनी एक ज प्रार्थना छे…
तारा शासनमां भळी जाउं
बस तारामय बनी जाउं
बस एवा मने आशिष आप तुं…
तारा संयम ने हुं पामुं
मारा आतमने अजवाळुं
बस एवा मने आशिष आप तुं…
तारा कुळ मां पिता मने जन्म मळयो
ए मारू परम सौभाग्य छे
तारा खोळे मारो उछेर थयो
ओ माँ मारू अहोभाग्य छे…
तारू नाम सदा दिपाविश हुं
तारा संस्कारोने पाळीश हुं
तारी कुक्षीने अजवाळीश हुं
तारी आंखो ने ना भींजविश तुं…
ओ उपकारी माता-पिता
मुज जन्म जीवनदाता
अंतरना मुजने आशिष आपजो…
प्रभु आज्ञामय संयम हो
गुरू आज्ञामय जीवन हो
अंतरना एवा आशिष आपजो…
“केसरीया“
मारे बनवुं छे अणगार हवे
शणगार बधा आ छोडी ने
मारे करवा छे हवे केसरीया
कर्मो ना बंधन तोडी ने…
ओ मारा प्रभु वीतराग विभु
मारी नस नसमां तारी आज्ञा छे
काचो ना पडे मारो वैराग्य
अंतरनी एक ज प्रार्थना छे…
तारा शासनमां भळी जाउं
बस तारामय बनी जाउं
बस एवा मने आशिष आप तुं…
तारा संयम ने हुं पामुं
मारा आतमने अजवाळुं
बस एवा मने आशिष आप तुं…
“केसरीया“