દુનિયાતો એક જાણે, મુસાફિર ખાનું છે
ખાલી આવ્યા જગ માં જે, એને ખાલી જવાનું છે
દુનિયા તો…
મોટર બંગલા ગાડી તો, તારું અહીં પડ્યું રહેશે
માતા પિતા ભાઈ બહેની, નહીં કોઈ પોતાનું રે
ખાલી આવ્યા…
સુખની સામગ્રીઓ, તને સગવડ નહીં આપે
ઠાઠી ઉપર જકડાઈ, સ્મશાને જવાનું છે
ખાલી આવ્યા…
સ્નેહી સાજન સૌ એ, જીવતા ને માને છે
કોઈ સાથ નહિ આપે, જ્યારે મરવાનું છે
ખાલી આવ્યા…
મારું મારું શું કરવું, જીવવું ને શું મરવું
ભાડા નું મકાન કોઈ દી, ખાલી કરવાનું છે
ખાલી આવ્યા…
રાખનાં ભરોસો તું, તારી કાયા ઉપર રે
સળગતી ચિતા ઉપર, જ્યારે બળવાનું છે
ખાલી આવ્યા…
જન્મ આવો માનવનો, દેવો પણ ઝંખે છે
આવુ જીવન અવતાર, ફરી નથી મળવાનું
ખાલી આવ્યા…
दुनियातो एक जाणे, मुसाफिर खानुं छे
खाली आव्या जग मां जे, एने खाली जवानुं छे
दुनिया तो…
मोटर बंगला गाडी तो, तारुं अहीं पड्युं रहेशे
माता पिता भाई बहेनी, नहीं कोई पोतानुं रे
खाली आव्या…
सुखनी सामग्रीओ, तने सगवड नहीं आपे
ठाठी उपर जकडाई, स्मशाने जवानुं छे
खाली आव्या…
स्नेही साजन सौ ए, जीवता ने माने छे
कोई साथ नहि आपे, ज्यारे मरवानुं छे
खाली आव्या…
मारुं मारुं शुं करवुं, जीववुं ने शुं मरवुं
भाडा नुं मकान कोई दी, खाली करवानुं छे
खाली आव्या…
राखनां भरोसो तुं, तारी काया उपर रे
सळगती चिता उपर, ज्यारे बळवानुं छे
खाली आव्या…
जन्म आवो मानवनो, देवो पण झंखे छे
आवु जीवन अवतार, फरी नथी मळवानुं
खाली आव्या…


