(રચના – પૂજ્ય શ્રી લબ્ધિ સુરિજી)
સ્વરૂપ આ લોક નું દેખો મનુષ્ય ની આકૃતિ ધરતું
ભરેલું ષટદ્રવ્યો થી, સુંદર એ ભાવના ભાવો
ચૌરાસી લાખ જીવ યોની ભટકતા ભવ વિષે પામ્યો
અનંતા જન્મ મરણો તું, સુંદર એ ભાવના ભાવો
સ્વરૂપ આ લોક નું દેખો…
કમર પર હાથ ને સ્થાપી, પગો પહોલા કરી ઊભો
રહેલ નર જેમ દુનિયા છે, સુંદર એ ભાવના ભાવો
કદી માથા ઊપર આવે, કદી જીવ પગમાં આવે
કદી કેડે કદી ઓડે, સુંદર એ ભાવના ભાવો
ચોરાશી લાખ જીવ યોની…
અધો આકાર વેત્રાસન, મધ્યમા ઝલ્લરી જેવો
ઊપર મુરજાકૃતિ જાણો, સુંદર એ ભાવના ભાવો
રજ્જુ છે ચૌદ જેનું માન ઊપર નીચેથી જો ગણીયે
તિરશ્વીનમાં ઘણા ભેદો, સુંદર એ ભાવના ભાવો
ચૌરાસી લાખ જીવ યોની…
પ્રદેશે એક ઐહે હા લીધા અનંત મેં મરણો
ન આપે કોઈ ત્યાં શરણે સુંદર એ ભાવના ભાવો
નરક નિગોદમા કર મે ભમાડ્યો ચૌદ રજ્જુમા
નથી ત્યાં દુ:ખનો આરો સુંદર એ ભાવના ભાવો
ચૌરાસી લાખ જીવ યોની…
મુક્ત રૂપે અમર હોવે મસ્તક શિલા ઊપર વાસો
મલે આનંદ તો ખાસો સુંદર એ ભાવના ભાવો
અનાદિ થી છે એ સૃષ્ટિ નથી કોઈ એહનો કર્તા
કરમ તેનો છે વ્યવહર્તા સુંદર એ ભાવના ભાવો
ચૌરાસી લાખ જીવ યોની…
(रचना – पूज्य श्री लब्धि सुरिजी)
स्वरूप आ लोक नुं देखो मनुष्य नी आकृति धरतुं
भरेलुं षटद्रव्यो थी, सुंदर ए भावना भावो
चौरासी लाख जीव योनी भटकता भव विषे पाम्यो
अनंता जन्म मरणो तुं, सुंदर ए भावना भावो
स्वरूप आ लोक नुं देखो…
कमर पर हाथ ने स्थापी, पगो पहोला करी ऊभो
रहेल नर जेम दुनिया छे, सुंदर ए भावना भावो
कदी माथा ऊपर आवे, कदी जीव पगमां आवे
कदी केडे कदी ओडे, सुंदर ए भावना भावो
चोराशी लाख जीव योनी…
अधो आकार वेत्रासन, मध्यमा झल्लरी जेवो
ऊपर मुरजाकृति जाणो, सुंदर ए भावना भावो
रज्जु छे चौद जेनुं मान ऊपर नीचेथी जो गणीये
तिरश्वीनमां घणा भेदो, सुंदर ए भावना भावो
चौरासी लाख जीव योनी…
प्रदेशे एक ऐहे हा लीधा अनंत में मरणो
न आपे कोई त्यां शरणे सुंदर ए भावना भावो
नरक निगोदमा कर मे भमाड्यो चौद रज्जुमा
नथी त्यां दु:खनो आरो सुंदर ए भावना भावो
चौरासी लाख जीव योनी…
मुक्त रूपे अमर होवे मस्तक शिला ऊपर वासो
मले आनंद तो खासो सुंदर ए भावना भावो
अनादि थी छे ए सृष्टि नथी कोई एहनो कर्ता
करम तेनो छे व्यवहर्ता सुंदर ए भावना भावो
चौरासी लाख जीव योनी…

