(રચના : સંદીપ ભાટિયા)
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય
એ કંઈ જેવીતેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય
એ કંઈ જેવીતેવી વાત નથી…
વીતી પળનાં પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચનદીને પેલે કાંઠે કંકુ કંકણ પ્રેમ
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય,
એ કંઈ જેવીતેવી વાત નથી…
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય
એ કંઈ જેવીતેવી વાત નથી…
આંગળીઓની વચ્ચે એના ગુંજ્યા કરસે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય,
એ કંઈ જેવીતેવી વાત નથી…
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય
એ કંઈ જીવીતેવી વાત નથી…
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય,
એ કંઈ જેવીતેવી વાત નથી…
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય
એ કંઈ જેવીતેવી વાત નથી…
(रचना : संदीप भाटिया)
माणस जेवो माणस क्षणमां धुमाडो थई जाय
ए कंई जेवीतेवी वात नथी,
घरघर रमतां पळमां कोई पूर्वज थई पूजाय
ए कंई जेवीतेवी वात नथी…
वीती पळनां पडछायाने पकडी राखे फ्रेम,
काचनदीने पेले कांठे कंकु कंकण प्रेम,
तारीखियाने कोई पाने सूरज अटकी जाय
ए कंई जेवीतेवी वात नथी…
माणस जेवो माणस क्षणमां धुमाडो थई जाय
ए कंई जेवीतेवी वात नथी…
आंगळीओनी वच्चे एना गुंज्या करसे पडघा,
हूंफाळा ए स्पर्श त्वचाथी श्वास जाय के अळगा
घडी पहेलां जे घर कहेवातुं दीवालो कहेवाय
ए कंई जेवीतेवी वात नथी…
माणस जेवो माणस क्षणमां धुमाडो थई जाय
ए कंई जीवीतेवी वात नथी…
सूरजनो अजवास गोखमां दीवो थईने थरके,
स्तब्ध ऊभेली रेतशीशीमां रेत हवे नहीं सरके
पांपण उपर दर्पण जेम ज घटनाओ तरडाय
ए कंई जेवीतेवी वात नथी…
माणस जेवो माणस क्षणमां धुमाडो थई जाय
ए कंई जेवीतेवी वात नथी…


