મમતા મોટાઈ, મોહ માયા નાં,
મમતા મોટાઈ, મોહ માયા નાં,
બંધન સઘળા, ટળજો રે,
મને વેશ શ્રમણનો મળજો રે.. (૨ વાર)
આઠ પહોરની સાધના કાજે,
વહેલી પરોઢે હું જાગું,
શ્વાસો લેવા માટે પણ હું,
ગુરુની આજ્ઞા માંગું
આંખ ઈર્યાસમિતે ઢળજો રે
આંખ ઈર્યાસમિતે ઢળજો રે
મને વેશ શ્રમણનો મળજો રે.. (૨ વાર)
સૂત્ર અર્થને, સ્વાધ્યાય સાધી,
શાસ્ત્રો સઘળા વાંચું,
જિનવાણી નું, પરમ રહસ્ય,
પામીને અંતર રાચું
અજ્ઞાન બધું મુજ ટળજો રે
અજ્ઞાન બધું મુજ ટળજો રે
મને વેશ શ્રમણનો મળજો રે.. (૨ વાર)
આહાર માં, રસ હોય નહીંને,
ઘર ઘર ગોચરી ભમવું,
ગામો ગામ વિહરતા રેહવું,
કષ્ટ, અવિરત્ત ખમવું,
મારા કર્મો નિર્જરી જાજો રે
મારા પાપ પુરાણા બળજો રે
મને વેશ શ્રમણનો મળજો રે.. (૨ વાર)
પંચ મહાવ્રત પાલન કરવું,
પંચ મહાવ્રત પાલન કરવું
નિર્દોષ ને નિશ્કલંક,
સમતા માં લયલીન રેહવું,
સરખા રાયને રંક,
મારો સાદ પ્રભુ સાંભળજો રે
મારો સાદ પ્રભુ સાંભળજો રે
મને વેશ શ્રમણનો મળજો રે.. (2 વાર)
આ જીવન અણીશુદ્ધ રહીને,
આ જીવન અણીશુદ્ધ રહીને,
પામું હું અંતિમ મંગલ,
સાધી સમાધિ પરલોક પંથે,
આતમ રહે અવિચલ,
મારી સદ્દભાવનાઓ ફળજો રે
મારી સદ્દભાવનાઓ ફળજો રે
મારો સાદ પ્રભુ સાંભળજો રે
મને વેશ શ્રમણનો મળજો રે.. (૨ વાર)
ममता मोटाई, मोह माया नां,
ममता मोटाई, मोह माया नां,
बंधन सघळा, टळजो रे,
मने वेश श्रमणनो मळजो रे.. (२ वार)
आठ पहोरनी साधना काजे,
वहेली परोढे हुं जागुं,
श्वासो लेवा माटे पण हुं,
गुरुनी आज्ञा मांगुं
आंख ईर्यासमिते ढळजो रे
आंख ईर्यासमिते ढळजो रे
मने वेश श्रमणनो मळजो रे.. (२ वार)
सूत्र अर्थने, स्वाध्याय साधी,
शास्त्रो सघळा वांचुं,
जिनवाणी नुं, परम रहस्य,
पामीने अंतर राचुं
अज्ञान बधुं मुज टळजो रे
अज्ञान बधुं मुज टळजो रे
मने वेश श्रमणनो मळजो रे.. (२ वार)
आहार मां, रस होय नहींने,
घर घर गोचरी भमवुं,
गामो गाम विहरता रेहवुं,
कष्ट, अविरत्त खमवुं,
मारा कर्मो निर्जरी जाजो रे
मारा पाप पुराणा बळजो रे
मने वेश श्रमणनो मळजो रे.. (२ वार)
पंच महाव्रत पालन करवुं,
पंच महाव्रत पालन करवुं
निर्दोष ने निश्कलंक,
समता मां लयलीन रेहवुं,
सरखा रायने रंक,
मारो साद प्रभु सांभळजो रे
मारो साद प्रभु सांभळजो रे
मने वेश श्रमणनो मळजो रे.. (2 वार)
आ जीवन अणीशुद्ध रहीने,
आ जीवन अणीशुद्ध रहीने,
पामुं हुं अंतिम मंगल,
साधी समाधि परलोक पंथे,
आतम रहे अविचल,
मारी सद्दभावनाओ फळजो रे
मारी सद्दभावनाओ फळजो रे
मारो साद प्रभु सांभळजो रे
मने वेश श्रमणनो मळजो रे.. (२ वार)