હે મારી અંતિમવેળાએ પ્રભુ આવજો રે,
મને દર્શન આપીને દિલ ઠારજો
હે મારી…
અંગ જુઠા થશે જ્યારે દેહ ના,
પ્રભુ આવીને હાથ મારો જાલજો
હે મારી…
પાપ સઘળા નજર સામે નાચશે,
મારા મનડાની મૂંઝવણ ટાળજો
હે મારી…
સગા વ્હાલનો સાથ છૂટી જાશે,
મને મુક્તિ નો મારગ બતાવજો
હે મારી…
તારા ભક્તોની એક રહી માંગણી,
તારા ચરણોમાં સ્થાન મને આપજે
હે મારી…
हे मारी अंतिमवेळाए प्रभु आवजो रे,
मने दर्शन आपीने दिल ठारजो
हे मारी…
अंग जुठा थशे ज्यारे देह ना,
प्रभु आवीने हाथ मारो जालजो
हे मारी…
पाप सघळा नजर सामे नाचशे,
मारा मनडानी मूंझवण टाळजो
हे मारी…
सगा व्हालनो साथ छूटी जाशे,
मने मुक्ति नो मारग बतावजो
हे मारी…
तारा भक्तोनी एक रही मांगणी,
तारा चरणोमां स्थान मने आपजे
हे मारी…


