છોડવા જેવો સંસાર છોડી,
મોહ માયા ના બંધન તોડી
જગત થી જે જુદા થાય,
મુનિ તારા દર્શન થી દુ:ખ જાય (૨ વાર)
છોડવા જેવો સંસાર છોડી,
મોહ માયા ના બંધન તોડી
જગત થી જે જુદા થાય,
મુનિ તારા દર્શન થી દુ:ખ જાય (૩ વાર)
કહે મુનિવર રાયા સાંભળ મારી કાયા,
ધરું નહીં તારી માયા તપ તપું સુખદાયા,
નિત્ય સમરે એ ધન્ના મુનિ ને,
તપને અજવાળ્યો સમતા ધરીને
છોડવા જેવો…
બાળને લાડ લડાવે, વૃદ્ધનું અંતર ઠારે,
ગ્લાનની ભક્તિ ટાણે, ગ્લાનિ કદી નહીં આણે,
કરવી નંદીષેણ મુનિ જેવી સેવા,
વહેલા લેવા છે શિવસુખ મેવા
છોડવા જેવો…
સ્વાધ્યાય પંચ પ્રકારે ભણે ભણાવે ધારે,
આગમ અર્થ વિચારે સંયમ તેજ સવારે,
ગુરુવર તમે છો સમકિતદાતા,
ગુરુવર મળજો તમારી છાયા
છોડવા જેવો…
જ્ઞાની કહું કે દયાની તમે છો ગુણખાણી,
ગુણગરિમાં જેની જગતથી નહીં છાની,
રંગે ઉમંગે ગુરુવર પાયા,
આજે જયકાર એના ગવાયા
છોડવા જેવો…
छोडवा जेवो संसार छोडी,
मोह माया ना बंधन तोडी
जगत थी जे जुदा थाय,
मुनि तारा दर्शन थी दु:ख जाय (२ बार)
छोडवा जेवो संसार छोडी,
मोह माया ना बंधन तोडी
जगत थी जे जुदा थाय,
मुनि तारा दर्शन थी दु:ख जाय (३ बार)
कहे मुनिवर राया सांभळ मारी काया,
धरुं नहीं तारी माया तप तपुं सुखदाया,
नित्य समरे ए धन्ना मुनि ने,
तपने अजवाळ्यो समता धरीने
छोडवा जेवो…
बाळने लाड लडावे, वृद्धनुं अंतर ठारे,
ग्लाननी भक्ति टाणे, ग्लानि कदी नहीं आणे,
करवी नंदीषेण मुनि जेवी सेवा,
वहेला लेवा छे शिवसुख मेवा
छोडवा जेवो…
स्वाध्याय पंच प्रकारे भणे भणावे धारे,
आगम अर्थ विचारे संयम तेज सवारे,
गुरुवर तमे छो समकितदाता,
गुरुवर मळजो तमारी छाया
छोडवा जेवो…
ज्ञानी कहुं के दयानी तमे छो गुणखाणी,
गुणगरिमां जेनी जगतथी नहीं छानी,
रंगे उमंगे गुरुवर पाया,
आजे जयकार एना गवाया
छोडवा जेवो…