(રાગ : અજબ ધૂન અરહમ ની લાગી રે)
પારસ મારો પારણિયે ઝૂલે રે, (૨)
ઝુલાવે તને વામા મહારાણી (૨)
પારસ મારો પારણિયે ઝૂલે રે… ૧
પારસ તને પારણિયે પોઢાડું,
પારસ તને હાલરડાં સંભળાવું,
પારસ તને રામ રમકડે રમાડું,
પારસ મારો પારણિયે ઝૂલે રે… ૨
પારસ તને હીરાનો હાર પહેરાવું,
પારસ તારા મુગટે રતન જડાવું,
પારસ તને સોના રૂપાએ શણગારું,
પારસ મારો પારણિયે ઝૂલે રે… ૩
(राग : अजब धून अरहम नी लागी रे)
पारस मारो पारणिये झूले रे, (२)
झुलावे तने वामा महाराणी (२)
पारस मारो पारणिये झूले रे… १
पारस तने पारणिये पोढाडुं,
पारस तने हालरडां संभळावुं,
पारस तने राम रमकडे रमाडुं,
पारस मारो पारणिये झूले रे… २
पारस तने हीरानो हार पहेरावुं,
पारस तारा मुगटे रतन जडावुं,
पारस तने सोना रूपाए शणगारुं,
पारस मारो पारणिये झूले रे… ३


