(રચના : કર્ણિક શાહ)
પ્રભુ મહાવીર ના પંથે, તું ચાલી તો જો… (૨)
મુક્તિ નો માર્ગ મળી જાશે તું જો
મુક્તિ નો માર્ગ મળી જાશે… (૨)
દેશના સુણી નર-નારી સહુ, દોડી-દોડી આવે
સમવસરણ શોભે-મનોહર, દેવ-દેવી નાચે… (૨)
પત્થર ને પાણી કરે વીર ની એવી વાણી વહે
જગત આ થાયે આખું ઘેલુ…
સાતા-સમતા ને કરૂણા ના દરિયા વ્હાલા
વંદન મારૂ તુજને પહેલું…
કે મને પ્રભુ મારા પ્યાર થી બોલાવે તું જો
કે હું તો દોડી-દોડી પ્રભુ પાસે આવું તું જો
મુક્તિ નો માર્ગ મળી…
ચંદનબાળા ને તારી-તાર્યો ચંડકૌશિયા ને
પ્રભુ હવે મુજને ઉગારજો…
ભવોભવ થી ભવ-વનમા ભટકી રહ્યો ભગવંત
ભવ નુ ભાર ઉતારજો…
સત્ય અહિંસા કરૂણા મા જીવી તું જો
વીર ના વિશ્વાસ વાણ વહાવી તું જો
મુક્તિ નો માર્ગ મળી…
(रचना : कर्णिक शाह)
प्रभु महावीर ना पंथे, तुं चाली तो जो… (२)
मुक्ति नो मार्ग मळी जाशे तुं जो
मुक्ति नो मार्ग मळी जाशे… (२)
देशना सुणी नर-नारी सहु, दोडी-दोडी आवे
समवसरण शोभे-मनोहर, देव-देवी नाचे… (२)
पत्थर ने पाणी करे वीर नी एवी वाणी वहे
जगत आ थाये आखुं घेलु…
साता-समता ने करूणा ना दरिया व्हाला
वंदन मारू तुजने पहेलुं…
के मने प्रभु मारा प्यार थी बोलावे तुं जो
के हुं तो दोडी-दोडी प्रभु पासे आवुं तुं जो
मुक्ति नो मार्ग मळी…
चंदनबाळा ने तारी-तार्यो चंडकौशिया ने
प्रभु हवे मुजने उगारजो…
भवोभव थी भव-वनमा भटकी रह्यो भगवंत
भव नु भार उतारजो…
सत्य अहिंसा करूणा मा जीवी तुं जो
वीर ना विश्वास वाण वहावी तुं जो
मुक्ति नो मार्ग मळी…


