પ્રભુની કૃપાથી પિતા સાંપડે,
પિતાની કૃપાથી પ્રભુ સાંપડે
પિતા છત્રછાયા છે પરિવારની,
પિતાજી ખરેખર જીવન ને ઘડે
પ્રભુની કૃપાથી…
પિતાએ જે દુનિયાને જોઈ છે તે,
કદી કોઈ માતાએ જોઈ નથી
પરીક્ષાઓ દુનિયા તો લેતી રહે,
પિતાજીએ ધીરજને ખોઈ નથી
ઘરે સૌને ખુશહાલ રાખે પિતા,
ને ચુપચાપ દુનિયાની સાથે લડે…
પ્રભુની કૃપાથી…
એને બાળપણમાં ન જે જે મળ્યું,
તે બધું અપાવે એ સંતાન ને
કરી કૈક સંઘર્ષ ઉભા કરે,
ન તૂટવા દે એ ધરના સન્માનને
એનો પ્રેમ માતાથીયે છે મહાન,
ભલે એની આંખે ના આંસુ પડે…
પ્રભુની કૃપાથી…
એ વાતો કરે તો સમજવા મળે,
એ બોલે નહીં તોય શીખવા મળે
એ આપે તે દેખાય ઓછું ભલે,
એનું આપેલું આછું કદી ના પડે
જેને મારી માતા કરે છે નમન,
તે પિતાની કોઈ જોડ નહીં રે જડે…
પ્રભુની કૃપાથી…
प्रभुनी कृपाथी पिता सांपडे,
पितानी कृपाथी प्रभु सांपडे
पिता छत्रछाया छे परिवारनी,
पिताजी खरेखर जीवन ने घडे
प्रभुनी कृपाथी…
पिताए जे दुनियाने जोई छे ते,
कदी कोई माताए जोई नथी
परीक्षाओ दुनिया तो लेती रहे,
पिताजीए धीरजने खोई नथी
घरे सौने खुशहाल राखे पिता,
ने चुपचाप दुनियानी साथे लडे…
प्रभुनी कृपाथी…
एने बाळपणमां न जे जे मळ्युं,
ते बधुं अपावे ए संतान ने
करी कैक संघर्ष उभा करे,
न तूटवा दे ए धरना सन्मानने
एनो प्रेम माताथीये छे महान,
भले एनी आंखे ना आंसु पडे…
प्रभुनी कृपाथी…
ए वातो करे तो समजवा मळे,
ए बोले नहीं तोय शीखवा मळे
ए आपे ते देखाय ओछुं भले,
एनुं आपेलुं आछुं कदी ना पडे
जेने मारी माता करे छे नमन,
ते पितानी कोई जोड नहीं रे जडे…
प्रभुनी कृपाथी…


