(રાગઃ સમરો મંત્ર ભલો નવકાર)
પ્રણમો વિજયસિદ્ધિસૂરિ રાય,
જેહને સમરે પાતક જાય,
જેના દર્શનથી દુઃખ જાય,
જેનું નામ સદા સુખદાય…
પ્રણમો… (૧)
ભરયૌવન વય રમણી રિદ્ધિ,
ત્યાગી થયા અણગાર,
વિનય-વૈયાવચ્ચ-તપ-જપ કેરા,
સજ્યા ભલા શણગાર…
પ્રણમો… (૨)
શ્રુત-જિનભક્તિ-ગુરુભક્તિનો,
રાગ ધરી સુખદાય,
આંતર શત્રુ નિવારણ કાજે,
ઉદ્યત રહે સદાય…
પ્રણમો… (૩)
વાત્સલ્ય વશ થઈ “બાપજી' કહીને
બોલાવે નર-નાર,
યોગક્ષેમ કરે સકલ સંઘના,
જિન આણા અનુસાર…
પ્રણમો… (૪)
એકસો પાંચ વરસ લગી જીવ્યા,
બ્યાસી વરસ વ્રતધાર,
મધુરી વાણી પ્રસન્ન મુખડું,
કર્યા ઘણા ઉપકાર…
પ્રણમો… (૫)
વિષમ કાળે ભવ્ય જીવોને,
છે એક આધાર,
ભદ્રંકર ગુરુ ભવોભવ હોજો,
શુભમતિના દાતાર…
પ્રણમો… (૬)
(रागः समरो मंत्र भलो नवकार)
प्रणमो विजयसिद्धिसूरि राय,
जेहने समरे पातक जाय,
जेना दर्शनथी दुःख जाय,
जेनुं नाम सदा सुखदाय…
प्रणमो… (१)
भरयौवन वय रमणी रिद्धि,
त्यागी थया अणगार,
विनय-वैयावच्च-तप-जप केरा,
सज्या भला शणगार…
प्रणमो… (२)
श्रुत-जिनभक्ति-गुरुभक्तिनो,
राग धरी सुखदाय,
आंतर शत्रु निवारण काजे,
उद्यत रहे सदाय…
प्रणमो… (३)
वात्सल्य वश थई “बापजी' कहीने
बोलावे नर-नार,
योगक्षेम करे सकल संघना,
जिन आणा अनुसार…
प्रणमो… (४)
एकसो पांच वरस लगी जीव्या,
ब्यासी वरस व्रतधार,
मधुरी वाणी प्रसन्न मुखडुं,
कर्या घणा उपकार…
प्रणमो… (५)
विषम काळे भव्य जीवोने,
छे एक आधार,
भद्रंकर गुरु भवोभव होजो,
शुभमतिना दातार…
प्रणमो… (६)