(રચયિતા: પ. પૂ. તીર્થકીર્તન વિજયજી મહારાજ સાહેબ)
(રાગ: મને યાદ આવતી તારી ગમતી વાતો)
હે રજોહરણ તું, દિલમાં સમાતો… (૨)
મને ક્યારે મળશે, આ સંયમ સાચો.. (૨)
જે વીરે લીધા, તે લીધા આજે,
આ ભવસાગરથી, તરવાને કાજે,
તું સૌથી પ્યારો, તું સૌથી ન્યારો,
અહિથી અગરવા, સંયમ સથવારો,
આ રૂડા શપથ ના, ગુણ ગાન ગાતો… (૨)
મને કયારે મળશે, આ સંયમ સાચો… (૨)
તે જંગ છેડી જે, મોહરાજા સામે,
તું જીતશે એને, સંયમ સંગામે,
પ્રભુજી છે માથે, ગુરુજી છે સાથે,
લઇ જાશે તુઝને, મુક્તિના ધામે,
હવે ગુરુ આણામાં, તારી દિપે રાતો… (૨)
મને કયારે મળશે, આ સંયમ સાચો… (૨)
આ ભોગો છે બહુ, લાગે છે ખારા,
સંસાર સાગરમા, રઝડાવ નારા,
અમે આવશું, હવે તીર્થ શરણમાં,
પ્રભુના કીર્તનમાં, ગુરુના શરણમાં,
હવે સૌના હૈયે, બસ આજ વાતો… (૨)
મને કયારે મળશે, આ સંયમ સાચો…(૨)
(रचयिता: प. पू. तीर्थकीर्तन विजयजी महाराज साहेब)
(राग: मने याद आवती तारी गमती वातो)
हे रजोहरण तुं, दिलमां समातो… (२)
मने क्यारे मळशे, आ संयम साचो.. (२)
जे वीरे लीधा, ते लीधा आजे,
आ भवसागरथी, तरवाने काजे,
तुं सौथी प्यारो, तुं सौथी न्यारो,
अहिथी अगरवा, संयम सथवारो,
आ रूडा शपथ ना, गुण गान गातो… (२)
मने कयारे मळशे, आ संयम साचो… (२)
ते जंग छेडी जे, मोहराजा सामे,
तुं जीतशे एने, संयम संगामे,
प्रभुजी छे माथे, गुरुजी छे साथे,
लइ जाशे तुझने, मुक्तिना धामे,
हवे गुरु आणामां, तारी दिपे रातो… (२)
मने कयारे मळशे, आ संयम साचो… (२)
आ भोगो छे बहु, लागे छे खारा,
संसार सागरमा, रझडाव नारा,
अमे आवशुं, हवे तीर्थ शरणमां,
प्रभुना कीर्तनमां, गुरुना शरणमां,
हवे सौना हैये, बस आज वातो… (२)
मने कयारे मळशे, आ संयम साचो…(२)