(રચના : દેવર્ધી સાહેબ)
રુમઝુમ વહે રુજુવાલીકા પ્રભુ વીરના સ્પંદન ધરી,
રણઝણ કરે છે ઘંટડી સમ જલતરંગ ફરી ફરી,
ખળખળ કરે કલશોર એવા પારદર્શી જલે ભરી,
પળ પળ કહે ભગવન્તનાં કૈવલ્ય ની ઘટના ખરી… (૧)
રુમઝુમ વહે…
તપ સાધના અદ્ભુત અગોચર આચરી આવ્યા પ્રભુ,
પર્વત ગુફા અને જંગલોમાં સંચરી આવ્યા પ્રભુ,
ઉપસર્ગની વણઝારને જીતી કરી આવ્યા પ્રભુ,
સંકલ્પ ઘાતી કર્મ હરવાનો ધરી આવ્યા પ્રભુ… (૨)
રુમઝુમ વહે…
છદ્મસ્થ ભાવ તણો સમય અંતિમ નિહાળે આ નદી,
કૈવલ્ય બોધ તણો સમય આદિમ નિહાળે આ નદી,
આસન નિહાળે ગોદોહિકા દેહ ભાળે સુવર્ણમય,
તપ તેજે જાજરમાન મુદ્રા, આતમા અવિચલ અભય… (૩)
રુમઝુમ વહે…
છઠનો હતો તપ વીરને એકાંત પ્રભુ સંગે હતું,
રુજુવાલીકાના પવનનું સ્પર્શન પ્રભુ અંગે હતું,
ભગવંત જ્યારે ઘાતી કર્મના મેલને ધોતા હતા,
જળ ઊછળી ઊછળી પ્રભુને હર્ષથી જોતા હતા… (૪)
રુમઝુમ વહે…
ભગવાન શ્રી મહાવીર શુક્લ ધ્યાનને ધારણ કરે,
પરિપૂર્ણ કેવળ જ્ઞાન દર્શન વીરનો આત્મા વરે,
કૈવલ્ય કલ્યાણક તણી એ ક્ષણ નિહાળે આ નદી,
ને તેરમાં ગુણઠાણે પ્રભુને પ્રથમ ભાળે આ નદી… (૫)
રુમઝુમ વહે…
આવ્યા કરોડો દેવ વાગ્યા દિવ્ય વાજિંત્રો ઘણા,
માંગલ્યકારી સમવસરણ તણી થઈતી સ્થાપના,
ભગવંત પહેલીવાર બેઠા દેશના દેવા અહી,
મહાભાગ્યશાલી આ નદી તે દૃશ્યને જોતી રહી… (૬)
રુમઝુમ વહે…
સાગમ ધનીસા સૂર ગુંજ્યા માલકૌસ તણા મધુર,
મહાપર્ષદામાં ભક્તિથી આવ્યા મનુજ સુર ને અસુર,
એક અલૌકિક પળે પ્રભુ બોલ્યા પ્રથમ મંગલ વચન,
રુજુવાલીકાએ ભક્તિભાવે કર્યું તેનું આચમન… (૭)
રુમઝુમ વહે…
ના યોગ્ય જીવ હતો અહી દીક્ષા ન લીધી કોઈએ,
પ્રભુ વીર નીરખે જ્ઞાનથી અન્યત્ર વિહરવું જોઈએ,
તત્કાલ પ્રભુ વિહરી ગયા તે દૃશ્ય નદી છેલ્લે જુએ,
પ્રભુ દૂર ચાલ્યા જાય છે તે જોઇને હિબકે રુએ… (૮)
રુમઝુમ વહે…
ખુલ્લા પગે આવ્યા પ્રભુ ને ગયા સ્વર્ણ કમળ ઉપર,
સાધક રૂપે આવ્યા હતા ને ગયા થઈને તીર્થકર,
આવ્યા હતા એકાકી, નીકળ્યા ક્રોડ દેવોને લઇ,
રુજુવાલીકા નદી આ નિહાળી તીર્થ સમ પાવન થઇ… (૯)
રુમઝુમ વહે…
રુજુવાલીકાની રેતમાં ઢળતી બપોરે આવજો,
સંધ્યા સુધી કૈવલ્ય પળને ખૂબ મનમાં લાવજો,
કૈવલ્ય કલ્યાણક તિથી વૈશાખ સુદ દશમી હતી,
એ દિને ભાવે જુહારજો રુજુવાલીકા તીરથ નદી… (૧૦)
રુમઝુમ વહે…
રુજુવાલીકાની ભૂમિ પર નન્દપ્રભા તીરથ બને,
ચૌમુખ જિનેશ્વર ચૈત્ય બનશે સમવસરણનાં આંગણે,
સદ્ધર્મ ને સદ્ભાવનાની અહી સરવાણી વહો,
સદ્બોધ ને સદ્ભાવનું બળ સતત સંવર્ધિત રહો… (૧૧)
રુમઝુમ વહે…
(रचना : देवर्धी साहेब)
रुमझुम वहे रुजुवालीका प्रभु वीरना स्पंदन धरी,
रणझण करे छे घंटडी सम जलतरंग फरी फरी,
खळखळ करे कलशोर एवा पारदर्शी जले भरी,
पळ पळ कहे भगवन्तनां कैवल्य नी घटना खरी… (१)
रुमझुम वहे…
तप साधना अद्भुत अगोचर आचरी आव्या प्रभु,
पर्वत गुफा अने जंगलोमां संचरी आव्या प्रभु,
उपसर्गनी वणझारने जीती करी आव्या प्रभु,
संकल्प घाती कर्म हरवानो धरी आव्या प्रभु… (२)
रुमझुम वहे…
छद्मस्थ भाव तणो समय अंतिम निहाळे आ नदी,
कैवल्य बोध तणो समय आदिम निहाळे आ नदी,
आसन निहाळे गोदोहिका देह भाळे सुवर्णमय,
तप तेजे जाजरमान मुद्रा, आतमा अविचल अभय… (३)
रुमझुम वहे…
छठनो हतो तप वीरने एकांत प्रभु संगे हतुं,
रुजुवालीकाना पवननुं स्पर्शन प्रभु अंगे हतुं,
भगवंत ज्यारे घाती कर्मना मेलने धोता हता,
जळ ऊछळी ऊछळी प्रभुने हर्षथी जोता हता… (४)
रुमझुम वहे…
भगवान श्री महावीर शुक्ल ध्यानने धारण करे,
परिपूर्ण केवळ ज्ञान दर्शन वीरनो आत्मा वरे,
कैवल्य कल्याणक तणी ए क्षण निहाळे आ नदी,
ने तेरमां गुणठाणे प्रभुने प्रथम भाळे आ नदी… (५)
रुमझुम वहे…
आव्या करोडो देव वाग्या दिव्य वाजिंत्रो घणा,
मांगल्यकारी समवसरण तणी थईती स्थापना,
भगवंत पहेलीवार बेठा देशना देवा अही,
महाभाग्यशाली आ नदी ते दृश्यने जोती रही… (६)
रुमझुम वहे…
सागम धनीसा सूर गुंज्या मालकौस तणा मधुर,
महापर्षदामां भक्तिथी आव्या मनुज सुर ने असुर,
एक अलौकिक पळे प्रभु बोल्या प्रथम मंगल वचन,
रुजुवालीकाए भक्तिभावे कर्युं तेनुं आचमन… (७)
रुमझुम वहे…
ना योग्य जीव हतो अही दीक्षा न लीधी कोईए,
प्रभु वीर नीरखे ज्ञानथी अन्यत्र विहरवुं जोईए,
तत्काल प्रभु विहरी गया ते दृश्य नदी छेल्ले जुए,
प्रभु दूर चाल्या जाय छे ते जोइने हिबके रुए… (८)
रुमझुम वहे…
खुल्ला पगे आव्या प्रभु ने गया स्वर्ण कमळ उपर,
साधक रूपे आव्या हता ने गया थईने तीर्थकर,
आव्या हता एकाकी, नीकळ्या क्रोड देवोने लइ,
रुजुवालीका नदी आ निहाळी तीर्थ सम पावन थइ… (९)
रुमझुम वहे…
रुजुवालीकानी रेतमां ढळती बपोरे आवजो,
संध्या सुधी कैवल्य पळने खूब मनमां लावजो,
कैवल्य कल्याणक तिथी वैशाख सुद दशमी हती,
ए दिने भावे जुहारजो रुजुवालीका तीरथ नदी… (१०)
रुमझुम वहे…
रुजुवालीकानी भूमि पर नन्दप्रभा तीरथ बने,
चौमुख जिनेश्वर चैत्य बनशे समवसरणनां आंगणे,
सद्धर्म ने सद्भावनानी अही सरवाणी वहो,
सद्बोध ने सद्भावनुं बळ सतत संवर्धित रहो… (११)
रुमझुम वहे…


