ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કન્ત.
રીઝીયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ-અનન્ત.
ઋષભ….. (૧)
પ્રીત-સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત-સગાઈ ન કોય .
પ્રીત-સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય.
ઋષભ….. (૨)
કોઈ કંત કારણ કાષ્ઠ ભક્ષણ કરે રે, મિલશું કન્તને ધાય.
એ મેલો નવિ કહીએ સંભવે રે, મેલો ઠામ ન ઠાય.
ઋષભ….. (૩)
કોઈ પતિ-રંજન અતિ ઘણું તપ કરે રે, પતિ-રંજન તનુ તાપ.
એ પતિ-રંજન મેં નવિ ચિત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ.
ઋષભ….. (૪)
કોઈ કહે લીલા રે અલખ-અલખ તણી રે, લખ પૂરે મન આશ.
દોષ-રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ.
ઋષભ….. (૫)
ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખણ્ડિત એહ.
કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનન્દઘન પદ રેહ.
ઋષભ….. (૬)
ऋषभ जिनेश्वर प्रीतम माहरो रे, ओर न चाहुं रे कन्त.
रीझीयो साहेब संग न परिहरे रे, भांगे सादि-अनन्त.
ऋषभ….. (१)
प्रीत-सगाई रे जगमां सहु करे रे, प्रीत-सगाई न कोय .
प्रीत-सगाई रे निरुपाधिक कही रे, सोपाधिक धन खोय.
ऋषभ….. (२)
कोई कंत कारण काष्ठ भक्षण करे रे, मिलशुं कन्तने धाय.
ए मेलो नवि कहीए संभवे रे, मेलो ठाम न ठाय.
ऋषभ….. (३)
कोई पति-रंजन अति घणुं तप करे रे, पति-रंजन तनु ताप.
ए पति-रंजन में नवि चित धर्युं रे, रंजन धातु मिलाप.
ऋषभ….. (४)
कोई कहे लीला रे अलख-अलख तणी रे, लख पूरे मन आश.
दोष-रहितने लीला नवि घटे रे, लीला दोष विलास.
ऋषभ….. (५)
चित्त प्रसन्ने रे पूजन फल कह्युं रे, पूजा अखण्डित एह.
कपट रहित थई आतम अरपणा रे, आनन्दघन पद रेह.
ऋषभ….. (६)