મનડું મારું જોને ડોલ ડોલ થાય,
સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય…
માયાના વલગણથી કેમ રે છૂટાય,
સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય…
મનડું મારું જોને ડોલ ડોલ થાય,
સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય…
આતમ નો સંગ મને આપજો ભગવંતજી,
ભક્તિ ના પુષ્પો ખિલાવજો ભગવંતજી,
સેવા સત્સંગ માં મનડુ બંધાય,
મનડું મારું જોને ડોલ ડોલ થાય,
સદ્ ભાગ્યે વ્હાલાજી…
અંતરથી નેમનાથનું નામ જ્યાં લેવાય છે,
થઈને બહુ રાજી અમ હૈયા હરખાય છે,
એમની કૃપા થી ભવસાગર તરી જાય,
મનડું મારું જોને ડોલ ડોલ થાય,
સદ્ ભાગ્યે વ્હાલાજી…
ધન્ય શ્રી ગિરનાર નો નાથ અલગારી,
દુખ દૂર કરશે શ્રી નેમિ સુખકારી,
રત્નત્રયી તણા મારગ સમજાય,
મનડું મારું જોને ડોલ ડોલ થાય,
સદ્ ભાગ્યે વ્હાલાજી…
मनडुं मारुं जोने डोल डोल थाय,
सद् भाग्ये व्हालाजीनो संग मळी जाय…
मायाना वलगणथी केम रे छूटाय,
सद् भाग्ये व्हालाजीनो संग मळी जाय…
मनडुं मारुं जोने डोल डोल थाय,
सद् भाग्ये व्हालाजीनो संग मळी जाय…
आतम नो संग मने आपजो भगवंतजी,
भक्ति ना पुष्पो खिलावजो भगवंतजी,
सेवा सत्संग मां मनडु बंधाय,
मनडुं मारुं जोने डोल डोल थाय,
सद् भाग्ये व्हालाजी…
अंतरथी नेमनाथनुं नाम ज्यां लेवाय छे,
थईने बहु राजी अम हैया हरखाय छे,
एमनी कृपा थी भवसागर तरी जाय,
मनडुं मारुं जोने डोल डोल थाय,
सद् भाग्ये व्हालाजी…
धन्य श्री गिरनार नो नाथ अलगारी,
दुख दूर करशे श्री नेमि सुखकारी,
रत्नत्रयी तणा मारग समजाय,
मनडुं मारुं जोने डोल डोल थाय,
सद् भाग्ये व्हालाजी…