રાગ: એક દિન પુંડરિક
કર પડિક્કમણું ભાવશું,
દો ઘડી શુભ ધ્યાન લાલ રે;
પરભવ જાતાં જીવને,
સંબળ સાચું જાણ લાલ રે.
કર પડિક્કમણું… ।।૧।।
શ્રી મુખ વીર ઈમ ઉચ્ચરે,
શ્રેણિકરાય પ્રતે જાણ લાલ રે;
લાખ ખાંડી સોના તણી,
દીયે દિન પ્રત્યે દાન લાલ રે.
કર પડિક્કમણું… ।।૨।।
લાખ વર્ષ લગે ને વળી,
એમ દીયે દ્રવ્ય અપાર લાલ રે;
એમ સામાયિકને તોલે,
નાવે તેહ લગાર લાલ રે.
કર પડિક્કમણું… ।।૩।।
સામાયિક ચઉવીસત્થો ભલું,
વંદન દોય દોય વાર લાલ રે;
વ્રત સંભારો રે આપણા,
તે ભવ કર્મ નિવાર લાલ રે.
કર પડિક્કમણું… ।।૪।।
કર કાઉસ્સગ શુભ ધ્યાનથી,
પચ્ચક્ખાણ સુધુ વિચાર લાલ રે;
દોય સજ્જાયે તે વળી,
ટાળો ટાળો અતિચાર લાલ રે.
કર પડિક્કમણું… ।।૫।।
શ્રી સામાયિક પ્રસાદથી,
લહીયે અમર વીમાન લાલ રે;
ધર્મસિંહ મુનિ એમ ભણે,
એ છે મુક્તિ નિદાન લાલ રે.
કર પડિક્કમણું… ।।૬।।
राग: एक दिन पुंडरिक
कर पडिक्कमणुं भावशुं,
दो घडी शुभ ध्यान लाल रे;
परभव जातां जीवने,
संबळ साचुं जाण लाल रे.
कर पडिक्कमणुं… ।।१।।
श्री मुख वीर ईम उच्चरे,
श्रेणिकराय प्रते जाण लाल रे;
लाख खांडी सोना तणी,
दीये दिन प्रत्ये दान लाल रे.
कर पडिक्कमणुं… ।।२।।
लाख वर्ष लगे ने वळी,
एम दीये द्रव्य अपार लाल रे;
एम सामायिकने तोले,
नावे तेह लगार लाल रे.
कर पडिक्कमणुं… ।।३।।
सामायिक चउवीसत्थो भलुं,
वंदन दोय दोय वार लाल रे;
व्रत संभारो रे आपणा,
ते भव कर्म निवार लाल रे.
कर पडिक्कमणुं… ।।४।।
कर काउस्सग शुभ ध्यानथी,
पच्चक्खाण सुधु विचार लाल रे;
दोय सज्जाये ते वळी,
टाळो टाळो अतिचार लाल रे.
कर पडिक्कमणुं… ।।५।।
श्री सामायिक प्रसादथी,
लहीये अमर वीमान लाल रे;
धर्मसिंह मुनि एम भणे,
ए छे मुक्ति निदान लाल रे.
कर पडिक्कमणुं… ।।६।।

