સંયમ જીવનનો લેવો મારગડો પ્રભુ તારા જેવા થાવાને,
કોઈ કહે ગાંડો ને કોઈ કહે ડાહ્યો પ્રભુ તારા ચરણોમાં રહેવાને
સંયમ જીવનનો લેવો…
દુઃખના ડુંગર તૂટી પડે જ્યારે કર્મોના બંધન તૂટે છે ત્યારે,
લીલા લહેર છે પ્રભુના પંથે, મોક્ષના માર્ગે જાવા ને
કોઈ કહે ગાંડો… સંયમ જીવનનો લેવો…
પૂર્વ જનમના આવ્યા ઉદયમાં વીરનું શાસન પામ્યા ત્યારે,
જિનશાસનની છે બલિહારી, મુક્તિના પંથે જાવા ને
કોઈ કહે ગાંડો… સંયમ જીવનનો લેવો…
संयम जीवननो लेवो मारगडो प्रभु तारा जेवा थावाने,
कोई कहे गांडो ने कोई कहे डाह्यो प्रभु तारा चरणोमां रहेवाने
संयम जीवननो लेवो…
दुःखना डुंगर तूटी पडे ज्यारे कर्मोना बंधन तूटे छे त्यारे,
लीला लहेर छे प्रभुना पंथे, मोक्षना मार्गे जावा ने
कोई कहे गांडो… संयम जीवननो लेवो…
पूर्व जनमना आव्या उदयमां वीरनुं शासन पाम्या त्यारे,
जिनशासननी छे बलिहारी, मुक्तिना पंथे जावा ने
कोई कहे गांडो… संयम जीवननो लेवो…