(ચોરાસી લાખ જીવાયોની ખમાવવાનું સૂત્ર)
સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપ્ કાય,
સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય,
દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય,
ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય,
બે લાખ બેઇંદ્રિય, બે લાખ તેઇંદ્રિય,
બે લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા,
ચાર લાખ નારકી,
ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય,
ચૌદ લાખ મનુષ્ય, એવંકારે
ચોરાશી લાખ જીવયોનિમાંહે,
મારે જીવે જે કોઈ જીવ
હણ્યો હોય, હણાવ્યો હોય,
હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય,
તે સવિ હુ મને વચને કાયાએ કરી
મિચ્છા મિ દુક્કડં.
सात लाख पृथ्वीकाय, सात लाख अप् काय,
सात लाख तेउकाय, सात लाख वाउकाय,
दश लाख प्रत्येक वनस्पतिकाय,
चौद लाख साधारण वनस्पतिकाय,
बे लाख बेइंद्रिय, बे लाख तेइंद्रिय,
बे लाख चउरिंद्रिय, चार लाख देवता,
चार लाख नारकी,
चार लाख तिर्यंच पंचेंद्रिय,
चौद लाख मनुष्य, एवंकारे
चोराशी लाख जीवयोनिमांहे,
मारे जीवे जे कोई जीव
हण्यो होय, हणाव्यो होय,
हणतां प्रत्ये अनुमोद्यो होय,
ते सवि हु मने वचने कायाए करी
मिच्छा मि दुक्कडं.
ભાવાર્થ
સ્વર્ગ, મનુષ્ય અને પાતાળ લોકમાં રહેલા ચોરાશી લાખ યોનીવાળા જીવોમાંથી જે જીવો હણાયા હોય તેની આ સૂત્રથી માફી મંગાય છે.



