નિત્ય સમરૂં સાહિબ સયણાં, નામ સુણતાં શીતલ શ્રવણાં,
જિન દરિસણે વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલસે વયણાં રે;
શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આશરો કાચો રે..
શંખેશ્વર સાહિબ… ૧
દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણ શાંત રૂચિપણું લીજે;
અરિહાપદ પજ્જવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે..
શંખેશ્વર સાહિબ… ૨
સંવેગે તજી ઘરવાસો, પ્રભુ પાર્શ્રના ગણધર થાશો;
તવ મુક્તિપુરીમાં જાશો, ગુણિલોકમાં વયણે ગવાશો રે..
શંખેશ્વર સાહિબ… ૩
એમ દામોદર જિનવાણી અષાઢી શ્રાવકે જાણી;
જિન વંદી નિજ ઘર આવે, પ્રભુ પાર્શ્ચની પ્રતિમા ભરાવે રે..
શંખેશ્વર સાહિબ… ૪
ત્રણ કાલ તે ધૂપ ઉખેવે, ઉપકારી શ્રી જિન સેવે;
પછી તેહ વૈમાનિક થાવે, તે પ્રતિમા પણ તિહા લાવે રે..
શંખેશ્વર સાહિબ… ૫
ઘણાં કાળ પૂજી બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને;
નાગલોકના કષ્ટ નિવાર્યા, જ્યારે પાર્શ્પ્રભુજી પધાર્યા રે..
શંખેશ્વર સાહિબ… ૬
યદુસેન રહ્યો રણ ઘેરી, જીત્યા નવિ જાયે વૈરી;
જરાસંઘે જરા તવ મેલી, હરિ બલ વિના સઘળે ફેલી રે..
શંખેશ્વર સાહિબ… ૭
નેમીશ્વરચોકી વિશાલી, અઠ્ઠમ કરે વનમાલી;
તૂડી પદ્માવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાલી રે..
શંખેશ્વર સાહિબ… ૮
પ્રભુ પાર્શ્ચની પ્રતિમા પૂજી, બળવંત જરા તવ ધ્રૂજી;
છંટકાવ ન્હવણ-જલ જોતી, જાદવની જરા જાય રોતી રે..
શંખેશ્વર સાહિબ… ૯
શંખ પૂરી સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે;
મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર નામ ધરાવે રે..
શંખેશ્વર સાહિબ… ૧૦
રહે જે જિનરાજ હજૂરે, સેવક મનવંછિત પૂરે;
એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઈને રાજે રે..
શંખેશ્વર સાહિબ… ૧૧
નાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ;
રાજનગરથી સંઘ ચલાવે, ગામે ગામના સંઘ મિલાવે રે..
શંખેશ્વર સાહિબ… ૧૨
અઢાર અઠ્ઠોતેર વરસે, ફાગણ વદી તેરસ દિવસે;
જિન વંદી આનંદ પાવે, શુભવીર વચન રસ ગાવે રે..
શંખેશ્વર સાહિબ… ૧૩
नित्य समरूं साहिब सयणां, नाम सुणतां शीतल श्रवणां,
जिन दरिसणे विकसे नयणां, गुण गातां उलसे वयणां रे;
शंखेश्वर साहिब साचो, बीजानो आशरो काचो रे..
शंखेश्वर साहिब… १
द्रव्यथी देव दानव पूजे, गुण शांत रूचिपणुं लीजे;
अरिहापद पज्जव छाजे, मुद्रा पद्मासन राजे रे..
शंखेश्वर साहिब… २
संवेगे तजी घरवासो, प्रभु पार्श्रना गणधर थाशो;
तव मुक्तिपुरीमां जाशो, गुणिलोकमां वयणे गवाशो रे..
शंखेश्वर साहिब… ३
एम दामोदर जिनवाणी अषाढी श्रावके जाणी;
जिन वंदी निज घर आवे, प्रभु पार्श्चनी प्रतिमा भरावे रे..
शंखेश्वर साहिब… ४
त्रण काल ते धूप उखेवे, उपकारी श्री जिन सेवे;
पछी तेह वैमानिक थावे, ते प्रतिमा पण तिहा लावे रे..
शंखेश्वर साहिब… ५
घणां काळ पूजी बहुमाने, वळी सूरज चंद्र विमाने;
नागलोकना कष्ट निवार्या, ज्यारे पार्श्प्रभुजी पधार्या रे..
शंखेश्वर साहिब… ६
यदुसेन रह्यो रण घेरी, जीत्या नवि जाये वैरी;
जरासंघे जरा तव मेली, हरि बल विना सघळे फेली रे..
शंखेश्वर साहिब… ७
नेमीश्वरचोकी विशाली, अठ्ठम करे वनमाली;
तूडी पद्मावती बाली, आपे प्रतिमा झाकझमाली रे..
शंखेश्वर साहिब… ८
प्रभु पार्श्चनी प्रतिमा पूजी, बळवंत जरा तव ध्रूजी;
छंटकाव न्हवण-जल जोती, जादवनी जरा जाय रोती रे..
शंखेश्वर साहिब… ९
शंख पूरी सहुने जगावे, शंखेश्वर गाम वसावे;
मंदिरमां प्रभु पधरावे, शंखेश्वर नाम धरावे रे..
शंखेश्वर साहिब… १०
रहे जे जिनराज हजूरे, सेवक मनवंछित पूरे;
ए प्रभुजीने भेटण काजे, शेठ मोतीभाईने राजे रे..
शंखेश्वर साहिब… ११
नाना माणेक केरा नंद, संघवी प्रेमचंद वीरचंद;
राजनगरथी संघ चलावे, गामे गामना संघ मिलावे रे..
शंखेश्वर साहिब… १२
अढार अठ्ठोतेर वरसे, फागण वदी तेरस दिवसे;
जिन वंदी आनंद पावे, शुभवीर वचन रस गावे रे..
शंखेश्वर साहिब… १३


