શ્વાસોની માળામાં સમરું હું તારું નામ (૨ વાર),
બની જાઉં તારો ગુરૂમાં કરુણાનિધાન (૨ વાર)
શ્વાસોની માળામાં…
સંતોની સેવા કરતો રહું હું,
ચરણોમાં મસ્તક ધરતો રહું હું
ભરી દે તું ઝોળી ગુરૂમાં ઓ ગુરૂમાં,
શ્વાસોની માળામાં…
ઈચ્છા છે મારી તારા જેવો થાઉં,
સંયમ સ્વીકારીને મોક્ષે હું જાઉં
તન મન મારું ગુરૂમાં તુજ પર કુરબાન,
શ્વાસોની માળામાં…
કૃપા કરો એવી ખીલે સત્વ મારું,
છોડીને ઝંઝાળ બની જાઉં તારો
જે દિન હું વિસરું તુજને છૂટે મારા પ્રાણ,
શ્વાસોની માળામાં…
ઝાલો મારો હાથ હું ભટકી ન જાઉં,
સુખો રહી તુજને વિસરી ન જાઉં
તારો સમજી મુજને આપી દે ચરણોમાં સ્થાન,
શ્વાસોની માળામાં…
ભક્તોના દિલમાં છે જેનું સ્થાન,
'ચંદ્રશેખરવિજયજી' એનું નામ
શાસનનાં કાજે કર્યું છે જીવનને કુરબાન,
શ્વાસોની માળામાં…
श्वासोनी माळामां समरुं हुं तारुं नाम (२ बार),
बनी जाउं तारो गुरूमां करुणानिधान (२ बार)
श्वासोनी माळामां…
संतोनी सेवा करतो रहुं हुं,
चरणोमां मस्तक धरतो रहुं हुं
भरी दे तुं झोळी गुरूमां ओ गुरूमां,
श्वासोनी माळामां…
ईच्छा छे मारी तारा जेवो थाउं,
संयम स्वीकारीने मोक्षे हुं जाउं
तन मन मारुं गुरूमां तुज पर कुरबान,
श्वासोनी माळामां…
कृपा करो एवी खीले सत्व मारुं,
छोडीने झंझाळ बनी जाउं तारो
जे दिन हुं विसरुं तुजने छूटे मारा प्राण,
श्वासोनी माळामां…
झालो मारो हाथ हुं भटकी न जाउं,
सुखो रही तुजने विसरी न जाउं
तारो समजी मुजने आपी दे चरणोमां स्थान,
श्वासोनी माळामां…
भक्तोना दिलमां छे जेनुं स्थान,
'चंद्रशेखरविजयजी' एनुं नाम
शासननां काजे कर्युं छे जीवनने कुरबान,
श्वासोनी माळामां…



