(રચના: પૂ.પં. શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજા)
તમે છો ભગવન્ તમે સહારા
ગુરુ તમોને નમન અમારા…
જ્યાં જ્યાં મૂકો છો પગલા અમસ્તા;
એના ઈશારે ખૂલે છે રસ્તા.
વાણી પ્રભુની ફેલાવનારા… ગુરુ…
અમારી આંખો નિંદરમાં પોઢી;
ત્યારે વિહરતા કંબલને ઓઢી.
તમે છો સાગર તમે કિનારા… ગુરુ…
આંખોમાં છલકે વૈરાગી મસ્તી;
તમારા પગલે ઉઘડે સમસ્તિ.
અમે તો પામર તમે સિતારા… ગુરુ…
તમારા નામે ‘ઉદય’ને અસ્ત;
તમારા નામે જીવન સમસ્ત.
તમે અમારા અમે તમારા… ગુરુ…
(रचना: पू.पं. श्री उदयरत्न विजयजी महाराजा)
तमे छो भगवन् तमे सहारा
गुरु तमोने नमन अमारा…
ज्यां ज्यां मूको छो पगला अमस्ता;
एना ईशारे खूले छे रस्ता.
वाणी प्रभुनी फेलावनारा… गुरु…
अमारी आंखो निंदरमां पोढी;
त्यारे विहरता कंबलने ओढी.
तमे छो सागर तमे किनारा… गुरु…
आंखोमां छलके वैरागी मस्ती;
तमारा पगले उघडे समस्ति.
अमे तो पामर तमे सितारा… गुरु…
तमारा नामे ‘उदय’ने अस्त;
तमारा नामे जीवन समस्त.
तमे अमारा अमे तमारा… गुरु…



