ઉપકાર કર્યા મુજ પર, એના ગુણ હું વિસારું છું
કેવો બદલો મેં વાર્યો, હું એજ વિચારું છું…
ઉપકાર કર્યા મુજ પર…
પરમાત્મા ઉપકારી, મને મંજીલ દર્શાવી
મારા દૂરગુણ ના દેખ્યા, બસ કરુણા વર્ષાવી.. (૨)
એની આજ્ઞા ધરવા માં, સદ્ભાગી હું માનું છું,
કેવો બદલો મેં વાર્યો, હું એજ વિચારું છું…
ઉપકાર કર્યા મુજ પર…
ગુરુ જનો એ સમજાવ્યા, ઈશ્વર ના ઉપદેશો,
ઉદ્ધાર કરે એવા, મને આપ્યા આદેશો.. (૨)
એ અમૂલ્ય વચનો ને, હું હ્રદયે અવધારું
કેવો બદલો મેં વાર્યો, હું એજ વિચારું છું…
ઉપકાર કર્યા મુજ પર…
મને સંયમ દેનારા, ગુરુને મેં શું આપ્યું
ઉપકારો યાદ કરી, શું ઋણ અદા કરું.. (૨)
આ આત્મા અર્પણ છે, ગુરુ સર્વસ્વ અર્પણ છે
કેવો બદલો મેં વાર્યો, હું એજ વિચારું છું…
ઉપકાર કર્યા મુજ પર…
उपकार कर्या मुज पर, एना गुण हुं विसारुं छुं
केवो बदलो में वार्यो, हुं एज विचारुं छुं…
उपकार कर्या मुज पर…
परमात्मा उपकारी, मने मंजील दर्शावी
मारा दूरगुण ना देख्या, बस करुणा वर्षावी.. (२)
एनी आज्ञा धरवा मां, सद्भागी हुं मानुं छुं,
केवो बदलो में वार्यो, हुं एज विचारुं छुं…
उपकार कर्या मुज पर…
गुरु जनो ए समजाव्या, ईश्वर ना उपदेशो,
उद्धार करे एवा, मने आप्या आदेशो.. (२)
ए अमूल्य वचनो ने, हुं ह्रदये अवधारुं
केवो बदलो में वार्यो, हुं एज विचारुं छुं…
उपकार कर्या मुज पर…
मने संयम देनारा, गुरुने में शुं आप्युं
उपकारो याद करी, शुं ऋण अदा करुं.. (२)
आ आत्मा अर्पण छे, गुरु सर्वस्व अर्पण छे
केवो बदलो में वार्यो, हुं एज विचारुं छुं…
उपकार कर्या मुज पर…