યૌવન વયમાં સુખ છોડનારા મહાન ,
આ કાળમાં સાધુ થનારા મહાન (૨ વાર)
યૌવનનું પતન કરાવે એવો છે આ સમય,
વિષયોનું વ્યસન કરાવે એવો છે આ સમય (૨ વાર)
આવા સમયમાં સઘળી વાસનાઓ જીતીને (૨ વાર)
મનને વિરાગમાં વાળનારા મહાન
આ કાળમાં સાધુ…
નમસ્કાર અણગારને,
જિનશાસન શણગારને
જેણે ગુરુ કનેથી તત્વો ગ્રહણ કર્યાં,
શાસ્ત્રોમાંહી રહેલા સત્યો શ્રવણ કર્યાં (૨ વાર)
ભવમાં ભમાડનારા કર્મોથી છૂટવા (૨ વાર)
સંયમ ભણી કદમ માંડનારા મહાન
આ કાળમાં સાધુ….
નમસ્કાર અણગારને,
જિનશાસન શણગારને
यौवन वयमां सुख छोडनारा महान ,
आ काळमां साधु थनारा महान (२ वार)
यौवननुं पतन करावे एवो छे आ समय,
विषयोनुं व्यसन करावे एवो छे आ समय (२ वार)
आवा समयमां सघळी वासनाओ जीतीने (२ वार)
मनने विरागमां वाळनारा महान
आ काळमां साधु…
नमस्कार अणगारने,
जिनशासन शणगारने
जेणे गुरु कनेथी तत्वो ग्रहण कर्यां,
शास्त्रोमांही रहेला सत्यो श्रवण कर्यां (२ वार)
भवमां भमाडनारा कर्मोथी छूटवा (२ वार)
संयम भणी कदम मांडनारा महान
आ काळमां साधु….
नमस्कार अणगारने,
जिनशासन शणगारने