આ કલિ કાલે કલ્પતરૂ,
કોઈ બીજો જગમાં ન મળે,
જેહને સેવે સૂર નાગિંદ,
ભજતા ભવ ના ફેરા ટળે (૨ વાર)
પારસનાથ..પારસનાથ… (૨ વાર)
સપ્તફણા સુલતાન સમીના,
વાડી નાકોડ઼ા હમીરપૂરા,
કુંકુમરોલ કંકણ કંસારી,
ડોસલા પોસલી મંડોવરા,
ઉપસર્ગ ટળે, ભૂતડાં ન છળે,
પુરુષાદાનીની સેવા ફળે
આ કલિકાલે…
વિઘ્નાપહાર હ્રીંકાર લોદરવા,
વિજય ચિંતામણિ સોગઠીયા,
દુઃખભંજન ભયભંજન પ્રણમો,
વિમલ ચિંતામણિ કંબોઇયા,
રત્નચિંતામણિ, સોમચિંતામણિ,
સમરો પારસ પ્રભુ પળે પળે
આ કલિકાલે…
સંકટહરણ વારાણસી શામળ,
સુરજમંડન સિરોડિયા,
કલ્પદ્રુમ પદ્માવતી ચંદા,
રાણકપુરા પલ્લવિયા,
દાદા શ્રદ્ધા ન ચળે,
પાપ સઘળા બળે,
“અજીત" થઈ, સુખસાગરે ભળે
આ કલિકાલે…
आ कलि काले कल्पतरू,
कोई बीजो जगमां न मळे,
जेहने सेवे सूर नागिंद,
भजता भव ना फेरा टळे (२ बार)
पारसनाथ..पारसनाथ… (२ बार)
सप्तफणा सुलतान समीना,
वाडी नाकोड़ा हमीरपूरा,
कुंकुमरोल कंकण कंसारी,
डोसला पोसली मंडोवरा,
उपसर्ग टळे, भूतडां न छळे,
पुरुषादानीनी सेवा फळे
आ कलिकाले…
विघ्नापहार ह्रींकार लोदरवा,
विजय चिंतामणि सोगठीया,
दुःखभंजन भयभंजन प्रणमो,
विमल चिंतामणि कंबोइया,
रत्नचिंतामणि, सोमचिंतामणि,
समरो पारस प्रभु पळे पळे
आ कलिकाले…
संकटहरण वाराणसी शामळ,
सुरजमंडन सिरोडिया,
कल्पद्रुम पद्मावती चंदा,
राणकपुरा पल्लविया,
दादा श्रद्धा न चळे,
पाप सघळा बळे,
“अजीत" थई, सुखसागरे भळे
आ कलिकाले…


