આ પારસ મારા પોતાના,
મારા પોતાના નહીં બીજાના,
પણ પારસ મારા પોતાના…
તમે વામદેવી નંદ ભલે,
તમે અશ્વસેન કુલચંદ ભલે,
પણ પારસ મારા પોતાના…
તમે વઢીયાર દેશ નરેશ ભલે,
તને પુજે આખો દેશ ભલે,
પણ પારસ મારા પોતાના…
ભલે રાજા મહારાજા ચરણે નમે,
તારા ચોસઠ ઇન્દ્રો ચરણો ચૂમે,
પણ પારસ મારા પોતાના…
તમે વારાણસીના રાજા ભલે,
તમે ત્રણ ભુવન મહારાજા ભલે,
પણ પારસ મારા પોતાના…
તારા એકસોને આઠ નામ ભલે,
તારા ગામે ગામ ધામ ભલે,
પણ પારસ મારા પોતાના…
તમે ધરણેન્દ્રનાં દેવ ભલે,
તમે પદ્મામાતાનાં પ્યારા ભલે,
પણ પારસ મારા પોતાના…
તમે મણિભદ્ર વીરના વ્હાલા ભલે,
તમે સકલસંઘ ના પ્યારા ભલે,
પણ પારસ મારા પોતાના…
आ पारस मारा पोताना,
मारा पोताना नहीं बीजाना,
पण पारस मारा पोताना…
तमे वामदेवी नंद भले,
तमे अश्वसेन कुलचंद भले,
पण पारस मारा पोताना…
तमे वढीयार देश नरेश भले,
तने पुजे आखो देश भले,
पण पारस मारा पोताना…
भले राजा महाराजा चरणे नमे,
तारा चोसठ इन्द्रो चरणो चूमे,
पण पारस मारा पोताना…
तमे वाराणसीना राजा भले,
तमे त्रण भुवन महाराजा भले,
पण पारस मारा पोताना…
तारा एकसोने आठ नाम भले,
तारा गामे गाम धाम भले,
पण पारस मारा पोताना…
तमे धरणेन्द्रनां देव भले,
तमे पद्मामातानां प्यारा भले,
पण पारस मारा पोताना…
तमे मणिभद्र वीरना व्हाला भले,
तमे सकलसंघ ना प्यारा भले,
पण पारस मारा पोताना…


