(રાગ: આ કાળમાં સાધુ થનારા મહાન)
હૃદયા પર રાખી પત્થર, સાચો શ્રુત પ્રેમ બતાવ્યો
આત્મના હિત ને કાજે, પ્રભુ નો પંથ બતાવ્યો
જન્મ દઈને..(૨) જીવન દેનારા મહાન,
આ વિશ્વમાં, માત-પિતા છે મહાન..(૨)
સ્નેહ ધરી સંસ્કાર દેનારા મહાન,
આ વિશ્વમાં, માત-પિતા છે મહાન… (૨)
(શૈશવ કાળે મુજને, પાયા નું પાન કરાવી,
તત્વત્રયી સનમુખે, પા પા પગલી ભરાવી)… (૨)
તન મન માં સંયમ કેરી..(૨) ભાવનાઓ ને જગાવી,
અંતર, ભની કદમ, વાળનારા મહાન,
આ વિશ્વમાં, માત-પિતા છે મહાન… (૨)
(ખુમારી ખાનદાની, વાત્સલ્ય ને ખમીરી,
વ્હાલપ થી ભીના હાથે, દીધી મુજને અમીરી)..(૨)
રોમ રોમ ઋણી તમારા..(૨) સદાય રહેશે મારા,
વ્હાલા, સંતાન ને, ત્યાગનારા મહાન,
આ વિશ્વમાં, માત-પિતા છે મહાન… (૨)
(પુત્રનો મોહ ફગાવી, મુજને સંસાર ભુલાવ્યો,
ગુરુનો સેહવાસ કરાવી, સંયમ નો રંગ ચઢ઼ાવ્યો)..(૨)
સાધના ની રાહે મુજને..(૨) દૌડ઼વાનું હમ્મ દઈ,
મંગલ, આશિર્વચન, આપનારા મહાન,
આ વિશ્વમાં, માત-પિતા છે મહાન… (૨)
(राग: आ काळमां साधु थनारा महान)
हृदया पर राखी पत्थर, साचो श्रुत प्रेम बताव्यो
आत्मना हित ने काजे, प्रभु नो पंथ बताव्यो
जन्म दईने..(२) जीवन देनारा महान,
आ विश्वमां, मात-पिता छे महान..(२)
स्नेह धरी संस्कार देनारा महान,
आ विश्वमां, मात-पिता छे महान… (२)
(शैशव काळे मुजने, पाया नुं पान करावी,
तत्वत्रयी सनमुखे, पा पा पगली भरावी)… (२)
तन मन मां संयम केरी..(२) भावनाओ ने जगावी,
अंतर, भनी कदम, वाळनारा महान,
आ विश्वमां, मात-पिता छे महान… (२)
(खुमारी खानदानी, वात्सल्य ने खमीरी,
व्हालप थी भीना हाथे, दीधी मुजने अमीरी)..(२)
रोम रोम ऋणी तमारा..(२) सदाय रहेशे मारा,
व्हाला, संतान ने, त्यागनारा महान,
आ विश्वमां, मात-पिता छे महान… (२)
(पुत्रनो मोह फगावी, मुजने संसार भुलाव्यो,
गुरुनो सेहवास करावी, संयम नो रंग चढ़ाव्यो)..(२)
साधना नी राहे मुजने..(२) दौड़वानुं हम्म दई,
मंगल, आशिर्वचन, आपनारा महान,
आ विश्वमां, मात-पिता छे महान… (२)