(રચના: પૂજ્ય શ્રી હેમરત્ન વિજયજી મ. સા.)
(રાગ: રોમે રોમે હું તારો થતો)
ભેઠના માં હું જીવન મારું લાવી છું,
આજ સંયમ મૂરત લેવા આવી છું…
યુગોના યુગોથી હું કરૂં પ્રતીક્ષા,
આજ આપિદો મૂરત ને દઈ દો દીક્ષા,
પુણ્ય જાગ્યા ત્યારે ગુણજ્ઞાતા પામી છું,
આજ સંયમ મૂરત લેવા આવી છું… ૧
વર્ધમાન ભાવો આજે હૈયુ ધરે,
મારું તન મન આ ઘેલું થઈ નૃત્ય કરે,
દેવ-ગુરુ માં ભળવા હું આવી છૂું,
આજ સંયમ મૂરત લેવા આવી છું… ૨
આજ ભાઈ અને પપ્પા મમ્મી સાથે,
પ્યારા સંયમ રંગે રંગાવુ આજે,
સહુની સાથે સંયમ વરવા જવાની છું,
આજ સંયમ મૂરત લેવા આવી છું… ૩
(रचना: पूज्य श्री हेमरत्न विजयजी म. सा.)
(राग: रोमे रोमे हुं तारो थतो)
भेठना मां हुं जीवन मारुं लावी छुं,
आज संयम मूरत लेवा आवी छुं…
युगोना युगोथी हुं करूं प्रतीक्षा,
आज आपिदो मूरत ने दई दो दीक्षा,
पुण्य जाग्या त्यारे गुणज्ञाता पामी छुं,
आज संयम मूरत लेवा आवी छुं… १
वर्धमान भावो आजे हैयु धरे,
मारुं तन मन आ घेलुं थई नृत्य करे,
देव-गुरु मां भळवा हुं आवी छूुं,
आज संयम मूरत लेवा आवी छुं… २
आज भाई अने पप्पा मम्मी साथे,
प्यारा संयम रंगे रंगावु आजे,
सहुनी साथे संयम वरवा जवानी छुं,
आज संयम मूरत लेवा आवी छुं… ३