(દીક્ષા મુહૂર્ત ગીત)
(રચના: મુનિ શ્રી જિનાગમરત્ન વિજય)
દીક્ષા માંગુ હું ગુરૂવર આપથી
મુહૂર્ત આપો છૂટુ હું સંસારથી (૨)
મંગલમ્… મુહૂર્તમ્… આપો મુહૂર્તમ્… (૨)
મિથ્યામતિ થકી ભ્રમણા કીધી
ગુરૂએ આવી મને સમજણ દીધી (૨)
સમ્યગ્પામ્યો આજે હું સત્સંગથી… મુહૂર્ત આપો…
મંગલમ્… મુહૂર્તમ્… આપો મુહૂર્તમ્… (૨)
અંજલી જળ જેવું જીવન મારું
આગ જેવો સંસારને ધારું (૨)
કરું વિનવણી હવે હું આપથી… મુહૂર્ત આપો…
મંગલમ્… મુહૂર્તમ્… આપો મુહૂર્તમ્… (૨)
વર્ષો વિતિ ગયા રજોહરણ વિના
હવે રહેવાય ના તુજ સાથ વિના
તડપ્યો ઘણો હું ભટક્યો પરમાર્થથી… મુહૂર્ત આપો…
મંગલમ્… મુહૂર્તમ્… આપો મુહૂર્તમ્… (૨)
મધુક૨ ગુણોનું પાન કરું
જિનાગમ આરાધી હું ધ્યાન ધરું (૨)
પ્રભુ વેષ આપો મુજને ઉલ્લાસથી… મુહૂર્ત આપો (૨)
સંયમ માંગુ હું ગુરુવ૨ આપથી…
મુહૂર્ત આપો છૂટું હું સંસારથી
મંગલમ્… મુહૂર્તમ્… આપો મુહૂર્તમ્… (૨)
(दीक्षा मुहूर्त गीत)
(रचना: मुनि श्री जिनागमरत्न विजय)
दीक्षा मांगु हुं गुरूवर आपथी
मुहूर्त आपो छूटु हुं संसारथी (२)
मंगलम्… मुहूर्तम्… आपो मुहूर्तम्… (२)
मिथ्यामति थकी भ्रमणा कीधी
गुरूए आवी मने समजण दीधी (२)
सम्यग्पाम्यो आजे हुं सत्संगथी… मुहूर्त आपो…
मंगलम्… मुहूर्तम्… आपो मुहूर्तम्… (२)
अंजली जळ जेवुं जीवन मारुं
आग जेवो संसारने धारुं (२)
करुं विनवणी हवे हुं आपथी… मुहूर्त आपो…
मंगलम्… मुहूर्तम्… आपो मुहूर्तम्… (२)
वर्षो विति गया रजोहरण विना
हवे रहेवाय ना तुज साथ विना
तडप्यो घणो हुं भटक्यो परमार्थथी… मुहूर्त आपो…
मंगलम्… मुहूर्तम्… आपो मुहूर्तम्… (२)
मधुक२ गुणोनुं पान करुं
जिनागम आराधी हुं ध्यान धरुं (२)
प्रभु वेष आपो मुजने उल्लासथी… मुहूर्त आपो (२)
संयम मांगु हुं गुरुव२ आपथी…
मुहूर्त आपो छूटुं हुं संसारथी
मंगलम्… मुहूर्तम्… आपो मुहूर्तम्… (२)