આટલું તો આપજે ભગવાન મને છેલ્લી ઘડી,
ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી
આટલું તો આપજે ભગવાન….
આ જિંદગી મોંઘી મળી,પણ જીવનમાં જાગ્યો નહિ,
અંત સમયે મુજને રહે,સાચી સમજ છેલ્લી ઘડી
આટલું તો આપજે…
જ્યારે મરણ સૈયા પરે મીંચાય છેલ્લી આંખડી,
તું આપજે ત્યારે પ્રભુ,મન મને છેલ્લી ઘડી
આટલું તો આપજે…
હાથ પગ નિર્બળ બને,ને શ્વાસ છેલ્લો સંચરે,
ઓ દયાળુ આપજે ,દર્શન મને છેલ્લી ઘડી
આટલું તો આપજે…
હું જીવન ભાર સળગી રહ્યો સંસાર ના સંતાપ માં,
તું આપજે શાંતિ ભરી,નિંદ્રા મને છેલ્લી ઘડી
આટલું તો આપજે…
અંત સમયે આવી મુજને ના દમે ઘટ દુશ્મનો,
જાગ્રત પણે મનમાં રહે,તારું સ્મરણ છેલ્લી ઘડી
આટલું તો આપજે…
आटलुं तो आपजे भगवान मने छेल्ली घडी,
ना रहे माया तणा बंधन मने छेल्ली घडी
आटलुं तो आपजे भगवान….
आ जिंदगी मोंघी मळी,पण जीवनमां जाग्यो नहि,
अंत समये मुजने रहे,साची समज छेल्ली घडी
आटलुं तो आपजे…
ज्यारे मरण सैया परे मींचाय छेल्ली आंखडी,
तुं आपजे त्यारे प्रभु,मन मने छेल्ली घडी
आटलुं तो आपजे…
हाथ पग निर्बळ बने,ने श्वास छेल्लो संचरे,
ओ दयाळु आपजे ,दर्शन मने छेल्ली घडी
आटलुं तो आपजे…
हुं जीवन भार सळगी रह्यो संसार ना संताप मां,
तुं आपजे शांति भरी,निंद्रा मने छेल्ली घडी
आटलुं तो आपजे…
अंत समये आवी मुजने ना दमे घट दुश्मनो,
जाग्रत पणे मनमां रहे,तारुं स्मरण छेल्ली घडी
आटलुं तो आपजे…





