અરિહા શરણં સિદ્ધા શરણં,
સાહુ શરણં વરીએ
ધમ્મો શરણં પામી વિનયે,
જિન આજ્ઞા શિર ધરીએ… (૧)
અરિહા શરણં મુજને હોજો,
આતમ શુદ્ધિ કરવા
સિદ્ધા શરણં મુજને હોજો,
રાગ દ્વેષ ને હણવા… (૨)
સાહુ શરણં મુજને હોજો,
સંયમ શુરા બનવા
ધમ્મો શરણં મુજને હોજો,
ભવોદધિથી તરવા… (૩)
મંગલમય ચારેનું શરણું,
સઘળી આપદા ટાળે
ચિદઘન કેરી ડુબતી નૈયા,
શાશ્વત નગરે વાળે… (૪)
ભવોભવના પાપોને મારા,
અંતરથી હું નિંદું છું
સર્વ જીવોના સુકૃતોને,
અંતરથી અનુમોદું છું… (૫)
લાખ ચોરાશી જીવાયોની,
અંતરથી ખમાવું છું
સર્વ જીવોની સાથે હું તો,
મૈત્રી ભાવના ભાવું છું… (૬)
अरिहा शरणं सिद्धा शरणं,
साहु शरणं वरीए
धम्मो शरणं पामी विनये,
जिन आज्ञा शिर धरीए… (१)
अरिहा शरणं मुजने होजो,
आतम शुद्धि करवा
सिद्धा शरणं मुजने होजो,
राग द्वेष ने हणवा… (२)
साहु शरणं मुजने होजो,
संयम शुरा बनवा
धम्मो शरणं मुजने होजो,
भवोदधिथी तरवा… (३)
मंगलमय चारेनुं शरणुं,
सघळी आपदा टाळे
चिदघन केरी डुबती नैया,
शाश्वत नगरे वाळे… (४)
भवोभवना पापोने मारा,
अंतरथी हुं निंदुं छुं
सर्व जीवोना सुकृतोने,
अंतरथी अनुमोदुं छुं… (५)
लाख चोराशी जीवायोनी,
अंतरथी खमावुं छुं
सर्व जीवोनी साथे हुं तो,
मैत्री भावना भावुं छुं… (६)


