બંધન બંધન ઝંખે મારું મન,
પણ આતમ ઝંખે છુટકારો
મને દહેશત છે આ ઝઘડામાં (૨ વાર)
થઇ જાય પૂરો ના જન્મારો
બંધન બંધન…
મીઠા મધુર ને મનગમતા,
પણ બંધન અંતે બંધન છે,
લઇ જાય જનમના ચકરાવે
એવું દુઃખદાયી આલંબન છે,
હું રોજ મનાવું મનડા ને (૨ વાર),
પણ એક જ એનો ઉંહકારો
બંધન બંધન…
અકળાયેલો આતમ કે છે,
મને મુક્તિપુરીમાં ભમવા દો,
ના રાગ રહે,ના દ્વેષ રહે,
એવી કક્ષામાં રમવા દો,
મિત્રચારી આ તનડાની (૨ વાર)
બે-ચાર ઘડીનો ચમકારો
બંધન બંધન…
વર્ષો વિત્યાં વિતે દિવસો
આ બેશક્તિનાં ઘર્ષણમાં,
મને શું મળશે? વિષ કે અમૃત,
આ ભવસાગરના મંથનમાં,
ક્યારે પંખી આ પિંજરાનું (૨ વાર)
કરશે મુક્તિનો ટહુંકારો.
બંધન બંધન…
बंधन बंधन झंखे मारुं मन,
पण आतम झंखे छुटकारो
मने दहेशत छे आ झघडामां (२ बार)
थइ जाय पूरो ना जन्मारो
बंधन बंधन…
मीठा मधुर ने मनगमता,
पण बंधन अंते बंधन छे,
लइ जाय जनमना चकरावे
एवुं दुःखदायी आलंबन छे,
हुं रोज मनावुं मनडा ने (२ बार),
पण एक ज एनो उंहकारो
बंधन बंधन…
अकळायेलो आतम के छे,
मने मुक्तिपुरीमां भमवा दो,
ना राग रहे,ना द्वेष रहे,
एवी कक्षामां रमवा दो,
मित्रचारी आ तनडानी (२ बार)
बे-चार घडीनो चमकारो
बंधन बंधन…
वर्षो वित्यां विते दिवसो
आ बेशक्तिनां घर्षणमां,
मने शुं मळशे? विष के अमृत,
आ भवसागरना मंथनमां,
क्यारे पंखी आ पिंजरानुं (२ बार)
करशे मुक्तिनो टहुंकारो.
बंधन बंधन…





