(રાગ : વિમલાચલ વિમલાપાણી / શંખેશ્વર સાહિબ સાચો)
(રચના : શ્રી શુભવીર વિજયજી મ. સા.)
ચઉમાસી પારણું આવે, કરી વિનંતી નિજ ઘર જાવે,
પ્રિયા પુત્રને વાત જણાવે, પટફૂલ જરી પથરાવે રે;
મહાવીર પ્રભુ ઘેર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે.. (૧)
ઊભી શેરીએ જળ છંટકાવે, જાઈ કેતકી ફૂલ બિછાવે;
નિજ ઘેર તોરણ બંધાવે, મેવા મીઠાઈ થાળ ભરાવે રે.
મહાવીર પ્રભુ… (૨)
અરિહાને દાન જ દીજે, દેતાં જે દેખીને રીઝે;
ષટ્માસી રોગ હરીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે.
મહાવીર પ્રભુ… (૩)
જિનવરની સમ્મુખ જાઉં, મુજ મંદિરીએ પધરાવું;
પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે.
મહાવીર પ્રભુ… (૪)
પછી પ્રભુને વોળાવા જઈશું, કરજોડીને સમ્મુખ રહીશું;
નમી વંદીને પાવન થઈશું, વિરતિ અતિ રંગે વહીશું રે.
મહાવીર પ્રભુ… (૫)
દયા દાન ક્ષમા શીલ ધરશું, ઉપદેશ સજ્જનને કરશું;
સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે.
મહાવીર પ્રભુ… (૬)
એમ જીરણ શેઠજી વદંતાં, પરિણામની ધારે ચઢંતાં;
શ્રાવકની સીમા ઠરંતાં, દેવ દુંદુભિ નાદ સુણંતાં રે.
મહાવીર પ્રભુ… (૭)
કરી આયુ પૂરણ શુભ ભાવે, સુરલોક અચ્યુતે જાવે;
શાતાવેદનીય સુખ તે પાવે, 'શુભવીર' વચન રસ ગાવે રે.
મહાવીર પ્રભુ… (૮)
(राग : विमलाचल विमलापाणी / शंखेश्वर साहिब साचो)
(रचना : श्री शुभवीर विजयजी म. सा.)
चउमासी पारणुं आवे, करी विनंती निज घर जावे,
प्रिया पुत्रने वात जणावे, पटफूल जरी पथरावे रे;
महावीर प्रभु घेर आवे, जीरण शेठजी भावना भावे रे.. (१)
ऊभी शेरीए जळ छंटकावे, जाई केतकी फूल बिछावे;
निज घेर तोरण बंधावे, मेवा मीठाई थाळ भरावे रे.
महावीर प्रभु… (२)
अरिहाने दान ज दीजे, देतां जे देखीने रीझे;
षट्मासी रोग हरीजे, सीझे दायक भव त्रीजे रे.
महावीर प्रभु… (३)
जिनवरनी सम्मुख जाउं, मुज मंदिरीए पधरावुं;
पारणुं भली भाते करावुं, जुगते जिनपूजा रचावुं रे.
महावीर प्रभु… (४)
पछी प्रभुने वोळावा जईशुं, करजोडीने सम्मुख रहीशुं;
नमी वंदीने पावन थईशुं, विरति अति रंगे वहीशुं रे.
महावीर प्रभु… (५)
दया दान क्षमा शील धरशुं, उपदेश सज्जनने करशुं;
सत्य ज्ञानदशा अनुसरशुं, अनुकंपा लक्षण वरशुं रे.
महावीर प्रभु… (६)
एम जीरण शेठजी वदंतां, परिणामनी धारे चढंतां;
श्रावकनी सीमा ठरंतां, देव दुंदुभि नाद सुणंतां रे.
महावीर प्रभु… (७)
करी आयु पूरण शुभ भावे, सुरलोक अच्युते जावे;
शातावेदनीय सुख ते पावे, 'शुभवीर' वचन रस गावे रे.
महावीर प्रभु… (८)


