એક મનોરથ એવો છે, વેષ શ્રમણનો લેવો છે,
પ્રભુ ચરણોમાં રહેતું છે, સંયમ મારે લેવું છે,
અંતરની એક પ્યાસ છ, સંયમની અભિલાષ છે… (૧)
ભવભ્રમણા દૂર ટળજો રે, પંથ પ્રભુનો મળજો રે,
અરજી એ અવધારજો, સંયમ જીવન આપજો,
જાગ્યા છે એવા અરમાન, શ્રમણ ધર્મનું દેજો દાન… (૨)
ભવોભવનો હું પ્યાસી છુ, સંયમનો અભિલાષી છુ,
સાદ મારો સાંભળજો રે, મારગ તારો મળજો રે,
વીર પ્રભુનો અંશ મળે, ગુરુ ગૌતમનો વંશ મળે… (૩)
સંયમ મારે લેવુ છે, ભવથી પાર ઉતરતું છે,
રોમરોમથી પ્રગટે નાદ, સંયમના દ્યો આશીર્વાદ,
એક ઝંખના જાગી છે, સંયમ ભિક્ષા માઁગી છે… (૪)
કરુણા કરજો ઓ કિરતાર, સંયમ દેજો જગદાધાર,
ઉરના આસન ખાલી છે, દીક્ષા મુજને વ્હાલી છે,
વરસોથી મીટ માંડુ છુ, સંયમ ભિક્ષા માંગુ છુ,
એક મનોરથ એવો છે, વેષ શ્રમણનો લેવો છે… (૫)
एक मनोरथ एवो छे, वेष श्रमणनो लेवो छे,
प्रभु चरणोमां रहेतुं छे, संयम मारे लेवुं छे,
अंतरनी एक प्यास छ, संयमनी अभिलाष छे… (१)
भवभ्रमणा दूर टळजो रे, पंथ प्रभुनो मळजो रे,
अरजी ए अवधारजो, संयम जीवन आपजो,
जाग्या छे एवा अरमान, श्रमण धर्मनुं देजो दान… (२)
भवोभवनो हुं प्यासी छु, संयमनो अभिलाषी छु,
साद मारो सांभळजो रे, मारग तारो मळजो रे,
वीर प्रभुनो अंश मळे, गुरु गौतमनो वंश मळे… (३)
संयम मारे लेवु छे, भवथी पार उतरतुं छे,
रोमरोमथी प्रगटे नाद, संयमना द्यो आशीर्वाद,
एक झंखना जागी छे, संयम भिक्षा माँगी छे… (४)
करुणा करजो ओ किरतार, संयम देजो जगदाधार,
उरना आसन खाली छे, दीक्षा मुजने व्हाली छे,
वरसोथी मीट मांडु छु, संयम भिक्षा मांगु छु,
एक मनोरथ एवो छे, वेष श्रमणनो लेवो छे… (५)