હવે તારા નહી ટમટમે આ આંગણે
એક સંયમ નો તારલો ઝળહળે રે લોલ
હવે પૂનમ નહી આવે મારા બારણે
મારા આઁસૂ નો દરિયો ઘડવડે રે લોલ
હવે તારા નહી…
મારા પાલવ નો પ્રેમ એ તો છોડી ગયો
એના મનગમતા આકાશે દોડી ગયો… ૨
એને મૂકી છે… (૨ વાર)
એને મુકી છે મમતા ની મોજડી…
પ્રભુ પ્રીતિ ની બાઁધસે ઘાસડી રે લોલ
હવે તારા નહી…
તૂ પિતા ના પ્રેમ નો ક્યારો હતો
ધન વૈભવ ને પેઢી નો વારસ હતો… 2
જિનશાસન ની… (૨ વાર)
જિનશાસન ની શાન ને વધારશે…
એમા મહાવ્રતની મોહર લગાવશે રે લોલ
હવે તારા નહી…
કાલે શેરી મા બાળબની રમતો હતો
ભાઈ-બહનની સંગાથે જમતો હતો… (૨ વાર)
કેમ અણધાર્યો… (૨ વાર)
કેમ અણધાર્યો ટહુક્યો આ મોરલો…
એને આવે છે સંયમ ના શોરલા રે લોલ
હવે તારા નહી…
ભોગ સુખો ના શમણાઓ છૂટતા નતા
સુખ માણવામા દિવસો પણ ખૂટતા હતા… (૨ વાર)
ભર યૌવન મા… (૨ વાર) ત્યાગ પંથ મોહાતો
એ તો સંયમ ના શણગારે સોહાતો જાય
હવે તારા નહી…
એ ધરતી તું બનજે ને કોમલ સદા
મારા લાડલા ને ખૂપે ના કાકરા કદા… (૨ વાર)
એ તો ચાલ્યો છે… (૨ વાર)
એ તો ચાલ્યો છે કષ્ટ ની કેડીયે…
એને પાલશે રે અષ્ટ – અષ્ટ માવડી રે લોલ
હવે તારા નહી…
हवे तारा नही टमटमे आ आंगणे
एक संयम नो तारलो झळहळे रे लोल
हवे पूनम नही आवे मारा बारणे
मारा आँसू नो दरियो घडवडे रे लोल
हवे तारा नही…
मारा पालव नो प्रेम ए तो छोडी गयो
एना मनगमता आकाशे दोडी गयो… २
एने मूकी छे… (२ वार)
एने मुकी छे ममता नी मोजडी…
प्रभु प्रीति नी बाँधसे घासडी रे लोल
हवे तारा नही…
तू पिता ना प्रेम नो क्यारो हतो
धन वैभव ने पेढी नो वारस हतो… 2
जिनशासन नी… (२ वार)
जिनशासन नी शान ने वधारशे…
एमा महाव्रतनी मोहर लगावशे रे लोल
हवे तारा नही…
काले शेरी मा बाळबनी रमतो हतो
भाई-बहननी संगाथे जमतो हतो… (२ वार)
केम अणधार्यो… (२ वार)
केम अणधार्यो टहुक्यो आ मोरलो…
एने आवे छे संयम ना शोरला रे लोल
हवे तारा नही…
भोग सुखो ना शमणाओ छूटता नता
सुख माणवामा दिवसो पण खूटता हता… (२ वार)
भर यौवन मा… (२ वार) त्याग पंथ मोहातो
ए तो संयम ना शणगारे सोहातो जाय
हवे तारा नही…
ए धरती तुं बनजे ने कोमल सदा
मारा लाडला ने खूपे ना काकरा कदा… (२ वार)
ए तो चाल्यो छे… (२ वार)
ए तो चाल्यो छे कष्ट नी केडीये…
एने पालशे रे अष्ट – अष्ट मावडी रे लोल
हवे तारा नही…