(રાગ : ચિઠ્ઠી ના કોઈ સંદેશ)
સંયમ નો સજીને વેષ, વિચરસે દેશ વિદેશ,
હવે તે મુનિ બન્યા…
પહેરી ને વીર નો વેષ, છોડીને મનોહર કેશ
હવે તે મુનિ બન્યા…
પગલે પગલે તેના, નયનો હવે ઢળશે,
એના થકી જગને, શાતા સદા મળશે,
ગુરુ સેવા માં ઘેલા, તેના વસ્ત્રો હશે મેલા
હવે તે મુનિ બન્યા…
તેની વાચા માં હરદમ પ્રભુના વચનો વહેશે,
એના હોઠ ખુલે પહેલા, ઉપયોગ સદા રહેશે,
એની વાણીમાં સંસ્કાર, ના હોય કદી સંસાર
હવે તે મુનિ બન્યા…
તેની અવિકારી આંખો, જોઈ નમે હૈયા,
તેના પાવન જીવતરને, વંદન કરે દુનિયા,
આ સંઘતણો વિશવાસ, એ બને ગુરુ નો શ્વાસ
હવે તે મુનિ બન્યા…
ફિકર નહીં ભોજનની, ચિંતા નહીં કાયાની,
સંગ્રહ નહીં વસ્તુનો, મૂર્છા નહીં માયાની,
એનો પુણ્ય “ઉદય" થાશે, દેવો પણ ગુણ ગાશે
હવે તે મુનિ બન્યા…
(राग : चिठ्ठी ना कोई संदेश)
संयम नो सजीने वेष, विचरसे देश विदेश,
हवे ते मुनि बन्या…
पहेरी ने वीर नो वेष, छोडीने मनोहर केश
हवे ते मुनि बन्या…
पगले पगले तेना, नयनो हवे ढळशे,
एना थकी जगने, शाता सदा मळशे,
गुरु सेवा मां घेला, तेना वस्त्रो हशे मेला
हवे ते मुनि बन्या…
तेनी वाचा मां हरदम प्रभुना वचनो वहेशे,
एना होठ खुले पहेला, उपयोग सदा रहेशे
एनी वाणीमां संस्कार, ना होय कदी संसार
हवे ते मुनि बन्या…
तेनी अविकारी आंखो, जोई नमे हैया,
तेना पावन जीवतरने, वंदन करे दुनिया
आ संघतणो विशवास, ए बने गुरु नो श्वास
हवे ते मुनि बन्या…
फिकर नहीं भोजननी, चिंता नहीं कायानी,
संग्रह नहीं वस्तुनो, मूर्छा नहीं मायानी,
एनो पुण्य “उदय" थाशे, देवो पण गुण गाशे
हवे ते मुनि बन्या…