જા સંયમ પંથે દિક્ષાર્થી.. તારો પંથ સદા ઉજમાળ બને
જંજીર હતી જે કર્મોની.. તે મુક્તિની વરમાળ બને
જા સંયમ પંથે…
હોંશે હોંશે તું વેશ ધરે, તે વેશ બને પાવનકારી
ઉજ્જવળતા એની ખૂબ વધે, જેને ભાવથી વંદે સંસારી,
દેવો પણ ઝંખે દર્શનને, તારો એવો દિવ્ય દેદાર બને
જા સંયમ પંથે…
જે જ્ઞાન તને ગુરૂએ આપ્યું, તે ઉતરે તારા અંતરમાં
રગરગમાં એનો સ્ત્રોત વહે, તે પ્રગટે તારા વર્તનમાં
તારા જ્ઞાન દીપકના તેજ થકી, આ દુનિયા ઝાકઝમાળ બને
જા સંયમ પંથે…
વીતરાગતણાં વચનો વદતી, તારી વાણી હો અમૃતધારા
જે મારગ ઢૂંઢે અંધારે, તારા વેણ કરે ત્યાં અજવાળાં
વૈરાગ્ય ભરી મધુરી ભાષા.. તારા સંયમનો શણગાર બને
જા સંયમ પંથે…
જે પરિવારે તું આજ ભળે, તે ઉન્નત હો તુજ નામ થકી
જીતે સહુનો તું પ્રેમ સદા, તારા સ્વાર્થ વિહોણા પ્રેમ થકી
શાસનમાં જગમાં શાન વધે.. તારા એવા શુભ સંસ્કાર બને
જા સંયમ પંથે…
અણગારતણાં જે આચારો, તેનું પાલન તું દિનરાત કરે
લલચાવે લાખ પ્રલોભન પણ, તું ધર્મતણો સંગાથ કરે
સંયમનું સાચું આરાધન, તારા તરવાનો આધાર બને
જા સંયમ પંથે…
जा संयम पंथे दिक्षार्थी.. तारो पंथ सदा उजमाळ बने
जंजीर हती जे कर्मोनी.. ते मुक्तिनी वरमाळ बने
जा संयम पंथे…
होंशे होंशे तुं वेश धरे, ते वेश बने पावनकारी
उज्जवळता एनी खूब वधे, जेने भावथी वंदे संसारी,
देवो पण झंखे दर्शनने, तारो एवो दिव्य देदार बने
जा संयम पंथे…
जे ज्ञान तने गुरूए आप्युं, ते उतरे तारा अंतरमां
रगरगमां एनो स्त्रोत वहे, ते प्रगटे तारा वर्तनमां
तारा ज्ञान दीपकना तेज थकी, आ दुनिया झाकझमाळ बने
जा संयम पंथे…
वीतरागतणां वचनो वदती, तारी वाणी हो अमृतधारा
जे मारग ढूंढे अंधारे, तारा वेण करे त्यां अजवाळां
वैराग्य भरी मधुरी भाषा.. तारा संयमनो शणगार बने
जा संयम पंथे…
जे परिवारे तुं आज भळे, ते उन्नत हो तुज नाम थकी
जीते सहुनो तुं प्रेम सदा, तारा स्वार्थ विहोणा प्रेम थकी
शासनमां जगमां शान वधे.. तारा एवा शुभ संस्कार बने
जा संयम पंथे…
अणगारतणां जे आचारो, तेनुं पालन तुं दिनरात करे
ललचावे लाख प्रलोभन पण, तुं धर्मतणो संगाथ करे
संयमनुं साचुं आराधन, तारा तरवानो आधार बने
जा संयम पंथे…