(રચના : દેવર્ધી સાહેબ)
(રાગ: ગોરી રાધા ને કાળો કાન)
( દોહો )
મનગમતા ઓ સાહિબા, તું સાંભળ મારી વાત
તું જ સોનેરી દિવસ છે, તું જ છે રઢિયાળી રાત
( મુખડું )
ઝાલી લીધો છે તારો હાથ, જનમો જનમનો સાથ (૨)
{ તું જ મારી પ્રીત છે, તું જ મારું ગીત છે
વહાલો છે તારો આ સંગાથ…} (૨)
ઝાલી લીધો છે તારો હાથ, જનમો જનમનો સાથ
( આંતરું )
{ રાખી લે તારી પાસે, મોકલ મા તું દૂરે
મારા પર તારો અધિકાર રે
તારા દરબારે નાચું, રંગે સંગે રાચું સદા
રણઝણે તારાં નામે તાર રે } (૨)
રૂપાળી મૂરતિ જોઈ, ધન્ય થાઉં
તારી રે પ્રીતમાં, નંદપ્રભાની ખીલી રાત
ઝાલી લીધો છે તારો હાથ, જનમો જનમનો સાથ
{ તું જ મારી પ્રીત છે, તું જ મારું ગીત છે
વહાલો છે તારો આ સંગાથ…} (૨)
ઝાલી લીધો છે તારો હાથ, જનમો જનમનો સાથ (૨)
( દોહા )
વાગે વાગે છે વાજીંતર, ગાજે ગાજે જયકારા
ઝૂલે ઝૂલે ચામર ધોળા, ગરજે ગગને ઢમકારા, ગરજે ગગને ઢમકારા…
ખનખન ખનખન ખેલે મંજીરા, ટનટન ટનટન ઘંટા વાગે
તીર્થંકર ભગવંતનાં નામે, દેવર્ધિ દીવડા જાગે
ઝાલી લીધો છે તારો હાથ, જનમો જનમનો સાથ
(रचना : देवर्धी साहेब)
(राग: गोरी राधा ने काळो कान)
( दोहो )
मनगमता ओ साहिबा, तुं सांभळ मारी वात
तुं ज सोनेरी दिवस छे, तुं ज छे रढियाळी रात
( मुखडुं )
झाली लीधो छे तारो हाथ, जनमो जनमनो साथ (२)
{ तुं ज मारी प्रीत छे, तुं ज मारुं गीत छे
वहालो छे तारो आ संगाथ…} (२)
झाली लीधो छे तारो हाथ, जनमो जनमनो साथ
( आंतरुं )
{ राखी ले तारी पासे, मोकल मा तुं दूरे
मारा पर तारो अधिकार रे
तारा दरबारे नाचुं, रंगे संगे राचुं सदा
रणझणे तारां नामे तार रे } (२)
रूपाळी मूरति जोई, धन्य थाउं
तारी रे प्रीतमां, नंदप्रभानी खीली रात
झाली लीधो छे तारो हाथ, जनमो जनमनो साथ
{ तुं ज मारी प्रीत छे, तुं ज मारुं गीत छे
वहालो छे तारो आ संगाथ…} (२)
झाली लीधो छे तारो हाथ, जनमो जनमनो साथ (२)
( दोहा )
वागे वागे छे वाजींतर, गाजे गाजे जयकारा
झूले झूले चामर धोळा, गरजे गगने ढमकारा, गरजे गगने ढमकारा…
खनखन खनखन खेले मंजीरा, टनटन टनटन घंटा वागे
तीर्थंकर भगवंतनां नामे, देवर्धि दीवडा जागे
झाली लीधो छे तारो हाथ, जनमो जनमनो साथ


