(રચના : ગુરુભક્ત વિધિ દીદી સુતરિયા)
(રાગ : મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું)
ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં,
ને ફેરા ફર્યો જન્મ ને મરણના,
સૂતો-હતો આ આતમને આપે જગાડ્યો,
મહા ઉપકારીને વંદન હજારો… (૧)
શિષ્યોના કર્મોનો ભાર ઉપાડે,
ને કર્મોના બંધન હળવા કરાવે,
ચિત્તમાં એક જ ચિંતા સતાવે,
રહી જાય ના કોઈ… મજધારે… (૨)
નીકળ્યા હતા સ્વ કલ્યાણ કાજે,
છતાં ડૂબતા આતમને બચાવે,
જહાજ સમાન સર્વને ઉગારે,
તરી જાય પોતે ને સર્વને તારે,
ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં… (૩)
કરુણાનિધાન ગુરુદેવ છે મળ્યાં,
દૃષ્ટિ પામીને અનેકો છે તર્યાં,
મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું,
તારી સંગે જ મુક્તિને હું પામી જાવું… (૪)
તારી કૃપાથી સહુ કામ થાતા,
ઉપકારો ના કદીયે વિસરાતા,
આભમાં અગણિત ઝળકે છે તારા,
એનાથી વધુ ઉપકારો તમારા,
ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં… (૫)
(रचना : गुरुभक्त विधि दीदी सुतरिया)
(राग : मने दुःखी देखी दुःखी कोण थातुं)
खोवायो हतो हुं भवना भ्रमणमां,
ने फेरा फर्यो जन्म ने मरणना,
सूतो-हतो आ आतमने आपे जगाड्यो,
महा उपकारीने वंदन हजारो… (१)
शिष्योना कर्मोनो भार उपाडे,
ने कर्मोना बंधन हळवा करावे,
चित्तमां एक ज चिंता सतावे,
रही जाय ना कोई… मजधारे… (२)
नीकळ्या हता स्व कल्याण काजे,
छतां डूबता आतमने बचावे,
जहाज समान सर्वने उगारे,
तरी जाय पोते ने सर्वने तारे,
खोवायो हतो हुं भवना भ्रमणमां… (३)
करुणानिधान गुरुदेव छे मळ्यां,
दृष्टि पामीने अनेको छे तर्यां,
मारी भक्तिमां शक्ति हुं एवी जगावुं,
तारी संगे ज मुक्तिने हुं पामी जावुं… (४)
तारी कृपाथी सहु काम थाता,
उपकारो ना कदीये विसराता,
आभमां अगणित झळके छे तारा,
एनाथी वधु उपकारो तमारा,
खोवायो हतो हुं भवना भ्रमणमां… (५)


