મહાવીર તારું નામ ભવ ભ્રમણ મિટાવે છે
તારી ભક્તિ નું ગાન પ્રેમ ઝરણ વહાવે છે… (૨)
અંતર ની પ્યાલી માં સુખ છલકાવે છે,
વંદે વીરમ વીરમ, એ નાદ ગૂંજે છે,
મહાવીર તારું… તારી ભક્તિ નું…
આવ્યો હું પ્રભુ તુમ ચરણેં… હા ચરણેં,
થાક્યો હું હવે તો જન્મ મરણે
રહવુ બસ તારે શરણે… હા શરણે,
પલ પલ વીતે નાથ તારે રટને
નામ જપુ, જપતો રહું, ઠંડક લાગે છે
સંસાર દાવાનળ માં, એ શાતા આપે છે
મહાવીર તારું… તારી ભક્તિ નું…
તારા પંથે જાવું મારે… હા મારે,
લાગે ના મન હવે તો આ સંસારે
ઊંચે-વ્યોમ માં ઉડવું મારે… હા મારે,
સિદ્ધશિલા ની ડાળે ઝુલવુ મારે
નામ તારુ લઇને હું, પંખ ફેલાવું છું
સંસાર કારવાસે, એ મુક્તિ આપે છે
મહાવીર તારું… તારી ભક્તિ નું…
જાગ્યો છે હવે મુજ આતમ… હા આતમ,
બનવું મારે, શુદ્ધ બુદ્ધ પરમાતમ
સુયશ-પૂર્ણ પદમ ના વંદન… હા વંદન,
સ્વીકારો હે નાથ, પ્રભુ નિરંજન
હૈયા માં ટહુકે છે, નામ ની મીઠી-સરગમ
આ સંસારે દિવ્યા ને, આરામ આપે છે
મહાવીર તારૂ… તારી ભક્તિ નું…
महावीर तारुं नाम भव भ्रमण मिटावे छे
तारी भक्ति नुं गान प्रेम झरण वहावे छे… (२)
अंतर नी प्याली मां सुख छलकावे छे,
वंदे वीरम वीरम, ए नाद गूंजे छे,
महावीर तारुं… तारी भक्ति नुं…
आव्यो हुं प्रभु तुम चरणें… हा चरणें,
थाक्यो हुं हवे तो जन्म मरणे
रहवु बस तारे शरणे… हा शरणे,
पल पल वीते नाथ तारे रटने
नाम जपु, जपतो रहुं, ठंडक लागे छे
संसार दावानळ मां, ए शाता आपे छे
महावीर तारुं… तारी भक्ति नुं…
तारा पंथे जावुं मारे… हा मारे,
लागे ना मन हवे तो आ संसारे
ऊंचे-व्योम मां उडवुं मारे… हा मारे,
सिद्धशिला नी डाळे झुलवु मारे
नाम तारु लइने हुं, पंख फेलावुं छुं
संसार कारवासे, ए मुक्ति आपे छे
महावीर तारुं… तारी भक्ति नुं…
जाग्यो छे हवे मुज आतम… हा आतम,
बनवुं मारे, शुद्ध बुद्ध परमातम
सुयश-पूर्ण पदम ना वंदन… हा वंदन,
स्वीकारो हे नाथ, प्रभु निरंजन
हैया मां टहुके छे, नाम नी मीठी-सरगम
आ संसारे दिव्या ने, आराम आपे छे
महावीर तारू… तारी भक्ति नुं…