ઓ કરુણાના કરનારા તારી,
કરુણાનો નો કોઈ પાર નથી
મારા સંકટ ને હરનારા તારી,
કરુણાનો કોઈ પાર નથી
મેં પાપ કર્યા છે એવા
હું ભૂલ્યો તારી સેવા (૨ વાર)
મારી ભૂલોના ભૂલનારા,
તારી કરુણા નો કોઈ પાર નથી
હે કરુણાના કરનાર…
હું અંતરમાં થઈ રાજી
ખેલ્યો છું અવળી બાજી (૨ વાર)
અવળી સવળી કરનારા,
તારી કરુણા નો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા…
ઓ પરમ કૃપાળુ વ્હાલા
મેં પીધા વિષના પ્યાલા (૨ વાર)
વિષ ને અમૃત કરનારા,
તારી કરુણા નો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા…
ભલે છોરું કછોરું થાયે
તું માવતર કહેવાયે (૨ વાર)
મીઠી છાયા દેનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા…
મને જડતો નથી કિનારો
મારો કયાંથી આવે આરો (૨ વાર)
મોક્ષ મારગ ના દેનારા,
તારી કરુણા નો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા…
છે ભક્તનું જીવન ઉદાસી
તારા શરણે લે વીતરાગી (૨ વાર)
ભક્તો ના દિલ હરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા…
ओ करुणाना करनारा तारी,
करुणानो नो कोई पार नथी
मारा संकट ने हरनारा तारी,
करुणानो कोई पार नथी
में पाप कर्या छे एवा
हुं भूल्यो तारी सेवा (२ बार)
मारी भूलोना भूलनारा,
तारी करुणा नो कोई पार नथी
हे करुणाना करनार…
हुं अंतरमां थई राजी
खेल्यो छुं अवळी बाजी (२ बार)
अवळी सवळी करनारा,
तारी करुणा नो कोई पार नथी
हे करुणाना करनारा…
ओ परम कृपाळु व्हाला
में पीधा विषना प्याला (२ बार)
विष ने अमृत करनारा,
तारी करुणा नो कोई पार नथी
हे करुणाना करनारा…
भले छोरुं कछोरुं थाये
तुं मावतर कहेवाये (२ बार)
मीठी छाया देनारा,
तारी करुणानो कोई पार नथी
हे करुणाना करनारा…
मने जडतो नथी किनारो
मारो कयांथी आवे आरो (२ बार)
मोक्ष मारग ना देनारा,
तारी करुणा नो कोई पार नथी
हे करुणाना करनारा…
छे भक्तनुं जीवन उदासी
तारा शरणे ले वीतरागी (२ बार)
भक्तो ना दिल हरनारा,
तारी करुणानो कोई पार नथी
हे करुणाना करनारा…





