ઓ સંયમ સાધક શુરવીરો,
તુજ માર્ગ સદા મંગલ હોજો,
કુકર્મો સાથે યુદ્ધ કરી,
જય જય મુક્તિ માળા વરજો
ઓ સંયમ સાધક શુરવીરો…
સંયમ પથ છે કંટક ભર્યો,
ઉપસર્ગ પરીષહનો દરિયો,
હૈયામાં હામ ભરી પૂરી (૨ વાર),
નિજ આત્મ સ્વરૂપે લીન રહેજો
કુકર્મો સાથે યુદ્ધ કરી,
જય જય મુક્તિ માળા વરજો
ઓ સંયમ સાધક શુરવીરો…
જિન આણ તણું પાલન કરજો,
ગુરુ ભક્તિના રસિયા સદા બનજો,
સવિ જીવ પ્રતિ સમભાવ ધરી (૨ વાર),
તપ ત્યાગ વિરાગે મન ધરજો
કુકર્મો સાથે યુદ્ધ કરી,
જય જય મુક્તિ માળા વરજો
ઓ સંયમ સાધક શુરવીરો…
જે શ્રધ્દ્ધાથી સંયમ લેતા,
તે શ્રધ્ધા જીવન ભર ના મુકતા,
ઈર્ષ્યા નિંદાદીક દોષ ત્યજી (૨ વાર),
ગુણરત્નોથી જીવન ભરજો
કુકર્મો સાથે યુદ્ધ કરી,
જય જય મુક્તિ માળા વરજો
ઓ સંયમ સાધક શુરવીરો…
ત્યજી માયા પ્રપંચ ભરી દુનિયા,
સહુ સ્વજન સંબંધી સ્વારથીયા,
ગુરુદેવ તણા ચરણો સેવી (૨ વાર),
નિર્મળ સંયમ સુખમાં રમજો
કુકર્મો સાથે યુદ્ધ કરી,
જય જય મુક્તિ માળા વરજો
ઓ સંયમ સાધક શુરવીરો…
ओ संयम साधक शुरवीरो,
तुज मार्ग सदा मंगल होजो,
कुकर्मो साथे युद्ध करी,
जय जय मुक्ति माळा वरजो
ओ संयम साधक शुरवीरो…
संयम पथ छे कंटक भर्यो,
उपसर्ग परीषहनो दरियो,
हैयामां हाम भरी पूरी (२ बार),
निज आत्म स्वरूपे लीन रहेजो
कुकर्मो साथे युद्ध करी,
जय जय मुक्ति माळा वरजो
ओ संयम साधक शुरवीरो…
जिन आण तणुं पालन करजो,
गुरु भक्तिना रसिया सदा बनजो,
सवि जीव प्रति समभाव धरी (२ बार),
तप त्याग विरागे मन धरजो
कुकर्मो साथे युद्ध करी,
जय जय मुक्ति माळा वरजो
ओ संयम साधक शुरवीरो…
जे श्रध्द्धाथी संयम लेता,
ते श्रध्धा जीवन भर ना मुकता,
ईर्ष्या निंदादीक दोष त्यजी (२ बार),
गुणरत्नोथी जीवन भरजो
कुकर्मो साथे युद्ध करी,
जय जय मुक्ति माळा वरजो
ओ संयम साधक शुरवीरो…
त्यजी माया प्रपंच भरी दुनिया,
सहु स्वजन संबंधी स्वारथीया,
गुरुदेव तणा चरणो सेवी (२ बार),
निर्मळ संयम सुखमां रमजो
कुकर्मो साथे युद्ध करी,
जय जय मुक्ति माळा वरजो
ओ संयम साधक शुरवीरो…



