પાંપણ પાથરી કરું પ્રતીક્ષા, દીક્ષા લેવાને કાજ
નાની ઉંમરે સંસાર છોડું, સમજણ આવી આજ
સુંદર આ દીક્ષા જીવન, મળશે ક્યારે સંયમ (૨ વાર)
પાંપણ પાથરી…
સંસાર સાગર ઘોર અપાર, આવે નહીં એનો પાર
મુરખ બની ફરીયો અહીંયા, ડૂબ્યો છું હું વારંવાર
કરુછું હવે વિચાર, ક્યારે વરુ શિવનાર (૨ વાર)
પાંપણ પાથરી…
કાચી પળોમાં જીવન જાસે, નથી કોઈ આધાર
સંયમ સાધી અનંત તર્યા, આનંદ અપરંપાર
ભાવ થશે સાકાર, પછી થશે નૈયા પાર (૨ વાર)
પાંપણ પાથરી…
રાગ-દ્વેષથી બંધાય કર્મો, દુઃખ એનું ચિક્કાર
સમભાવથી ભાવિત થઈ, કરવો રે આત્મોદ્ધાર
તવ આજ્ઞા જ આધાર, કરવો સંયમ સત્કાર (૨ વાર)
પાંપણ પાથરી…
કેશનું લુંચન નિર્દોષ ગોચરી, ખુલ્લા પગે વિહાર
કષ્ટો ઉત્તમ સહી સહીને સફળ કરું અવતાર
ભવથી થવાને પાર, કરુ સંયમનો સ્વીકાર (૨ વાર)
પાંપણ પાથરી…
અનાચાર થી દુર રહેવા, ધારવા પંચાચાર
‘જયન્ત’ ગુરુના સાનિધ્યમાં, ભણું જિનાગમસાર
ભવસાગરના સથવાર, પ્રભુ બનશે ભવ દાતાર (૨ વાર)
પાંપણ પાથરી…
पांपण पाथरी करुं प्रतीक्षा, दीक्षा लेवाने काज
नानी उंमरे संसार छोडुं, समजण आवी आज
सुंदर आ दीक्षा जीवन, मळशे क्यारे संयम (२ बार)
पांपण पाथरी…
संसार सागर घोर अपार, आवे नहीं एनो पार
मुरख बनी फरीयो अहींया, डूब्यो छुं हुं वारंवार
करुछुं हवे विचार, क्यारे वरु शिवनार (२ बार)
पांपण पाथरी…
काची पळोमां जीवन जासे, नथी कोई आधार
संयम साधी अनंत तर्या, आनंद अपरंपार
भाव थशे साकार, पछी थशे नैया पार (२ बार)
पांपण पाथरी…
राग-द्वेषथी बंधाय कर्मो, दुःख एनुं चिक्कार
समभावथी भावित थई, करवो रे आत्मोद्धार
तव आज्ञा ज आधार, करवो संयम सत्कार (२ बार)
पांपण पाथरी…
केशनुं लुंचन निर्दोष गोचरी, खुल्ला पगे विहार
कष्टो उत्तम सही सहीने सफळ करुं अवतार
भवथी थवाने पार, करु संयमनो स्वीकार (२ बार)
पांपण पाथरी…
अनाचार थी दुर रहेवा, धारवा पंचाचार
‘जयन्त’ गुरुना सानिध्यमां, भणुं जिनागमसार
भवसागरना सथवार, प्रभु बनशे भव दातार (२ बार)
पांपण पाथरी…