શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન નો છંદ
રચના: પૂ. પ. શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજ સાહેબ
પાસ શંખેશ્વરા સાર કર સેવકા,
દેવ ! કાં એવડી વાર લાગે;
કોડી કર જોડી દરબાર આગે ખડા,
ઠાકુરા ચાકુરા માન માગે.
પાસ… ।।૧।।
પ્રગટ થા પાસજી, મેલી પડદો પરો,
મોડ અસુરાણને આપ છોડો;
મુજ મહીરાણ મંજૂષમાં પેસીને,
ખલકના નાથજી બંધ ખોલો.
પાસ… ।।૨।।
જગતમાં દેવ ! જગદીશ તું જાગતો,
એમ શું આજ જિનરાજ ઉંઘે ?
મોટા દાનેશ્વરી તેહને દાખીએ,
દાન દે જેહ જગ કાલ મોંઘે.
પાસ… ।।૩।।
ભીડ પડી જાદવા જોર લાગી જરા,
તત્ક્ષણ ત્રિક્રમે તુજ સંભાર્યો;
પ્રગટી પાતાલથી પલકમાં તેં પ્રભુ,
ભક્તજન તેહનો ભય નિવાર્યો.
પાસ… ।।૪।।
આદિ અનાદિ અરિહંત તું એક છે,
દીન દયાળ છે કોણ દૂજો ?
‘ઉદયરત્ન’ કહે પ્રગટ પ્રભુ પાસજી,
પામી ભય ભંજનો એહ પૂજો.
પાસ… ।।૫।।
रचना: पू. प. श्री उदयरत्न विजयजी महाराज साहेब
पास शंखेश्वरा सार कर सेवका,
देव ! कां एवडी वार लागे;
कोडी कर जोडी दरबार आगे खडा,
ठाकुरा चाकुरा मान मागे.
पास… ।।१।।
प्रगट था पासजी, मेली पडदो परो,
मोड असुराणने आप छोडो;
मुज महीराण मंजूषमां पेसीने,
खलकना नाथजी बंध खोलो.
पास… ।।२।।
जगतमां देव ! जगदीश तुं जागतो,
एम शुं आज जिनराज उंघे ?
मोटा दानेश्वरी तेहने दाखीए,
दान दे जेह जग काल मोंघे.
पास… ।।३।।
भीड पडी जादवा जोर लागी जरा,
तत्क्षण त्रिक्रमे तुज संभार्यो;
प्रगटी पातालथी पलकमां तें प्रभु,
भक्तजन तेहनो भय निवार्यो.
पास… ।।४।।
आदि अनादि अरिहंत तुं एक छे,
दीन दयाळ छे कोण दूजो ?
‘उदयरत्न’ कहे प्रगट प्रभु पासजी,
पामी भय भंजनो एह पूजो.
पास… ।।५।।


