રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે (૨ વાર)
રાતે ચમકતાં લાખ સિતારા યાદ બહુ આવે
રાત દિવસ ઉપકારો…
તેતો માફ કરીને મારો સહજ સ્વીકાર કર્યો છે, (૨ વાર)
પણ મુજને અપરાધો મારા યાદ બહુ આવે
રાત દિવસ ઉપકારો…
મારી નાનકડી દુનિયામાં પગલાં તે પાડ્યા છે, (૨ વાર)
તારી આ કરુણાની ધારા યાદ બહુ આવે
રાત દિવસ ઉપકારો…
તારી યાદમાં ખુબ રડ્યો છું ત્યારે તું મળ્યો છે, (૨ વાર)
કોક દિવસ એ આંસુ ખારા યાદ બહુ આવે
રાત દિવસ ઉપકારો…
रात दिवस उपकारो तारा याद बहु आवे (२ बार)
राते चमकतां लाख सितारा याद बहु आवे
रात दिवस उपकारो…
तेतो माफ करीने मारो सहज स्वीकार कर्यो छे, (२ बार)
पण मुजने अपराधो मारा याद बहु आवे
रात दिवस उपकारो…
मारी नानकडी दुनियामां पगलां ते पाड्या छे, (२ बार)
तारी आ करुणानी धारा याद बहु आवे
रात दिवस उपकारो…
तारी यादमां खुब रड्यो छुं त्यारे तुं मळ्यो छे, (२ बार)
कोक दिवस ए आंसु खारा याद बहु आवे
रात दिवस उपकारो…





