રચયિતા: મુનિ સૂરી પ્રિયંકર વિજયજી
મારા અંતરની છે એક અભિલાષ,
સંયમ આપોને આપોને ગુરૂરાજ (૨ વાર)
દીપ શાસનનો લઈ આવ્યો હું આજ,
ભવથી તારોને તારોને મહારાજ (૨ વાર)
વધતો ઉલ્લાસ મારા સંયમ જીવનનો,
ક્યારે મલસે મુજને પંથ પ્રભુનો,
મુક્તિ મંઝીલની જાગી છે હવે આશ,
સંયમ આપોને આપોને ગુરૂરાજ (૧) (૨ વાર)
પ્રભુ તારૂં શાસન ને તારી સાધના,
કરવી છે મુજને હવે સંયમ આરાધના,
એવી પ્રવજ્યાનું દેજે મને દાન
સંયમ આપોને આપોને ગુરૂરાજ (૨) (૨ વાર)
ગુરૂવર હવે મુજને આપોને દીક્ષા,
વિજ્ઞાનશિશુ કરે આપની પ્રતિક્ષા,
પ્રિયંકરી દીક્ષા, પ્રિયંકરનું ગાન
સંયમ આપોને આપોને ગુરૂરાજ (૩) (૨ વાર)
रचयिता: मुनि सूरी प्रियंकर विजयजी
मारा अंतरनी छे एक अभिलाष,
संयम आपोने आपोने गुरूराज (२ बार)
दीप शासननो लई आव्यो हुं आज,
भवथी तारोने तारोने महाराज (२ बार)
वधतो उल्लास मारा संयम जीवननो,
क्यारे मलसे मुजने पंथ प्रभुनो,
मुक्ति मंझीलनी जागी छे हवे आश,
संयम आपोने आपोने गुरूराज (१) (२ बार)
प्रभु तारूं शासन ने तारी साधना,
करवी छे मुजने हवे संयम आराधना,
एवी प्रवज्यानुं देजे मने दान
संयम आपोने आपोने गुरूराज (२) (२ बार)
गुरूवर हवे मुजने आपोने दीक्षा,
विज्ञानशिशु करे आपनी प्रतिक्षा,
प्रियंकरी दीक्षा, प्रियंकरनुं गान
संयम आपोने आपोने गुरूराज (३) (२ बार)