(રચના : અંકિત શાહ – સુરત)
રાત'દિ મેં સેવ્યા વિરતીના વિચાર
મેં નજરે નિરખ્યા શ્રમણોના આચાર
હવે જાગી રે મનમાં એક જ પ્યાસ…
હું માંગું પરમનો પથ,
મારા સંયમ મનોરથ…
મને લાગી સંયમની રઢ
મારા સંયમ મનોરથ…
પ્રભુ આણના લઈ શપથ
મારા સંયમ મનોરથ…
જાગી ગયો જાગી ગયો રે…
હે વીર તારી મીઠી વાતે,
ગોયમાદિ વિનયી થયા…
ને શરણુ સાચું પામીને,
તુજ શાસન વંશી બન્યા…
એ વૈશાખી અગિયારસે,
ઉજળા એ વેષ ધર્યા…
તે શાસન સ્થાપી ધન્યદિને,
તુજ વેષમાં ઘેલા કર્યા…
એ ધન્ય પળે ભળવા,
ગુરુ શરણમાં વિહરવા…
વીરવચને અંકિત થવાનો
એક જ આતો જિનપથ…
હું માંગું પરમ નો પથ,
મારા સંયમ મનોરથ…
મને લાગી સંયમની રઢ
મારા સંયમ મનોરથ…
પ્રભુ આણના લઈ શપથ
મારા સંયમ મનોરથ…
જાગી ગયો જાગી ગયો રે…
“ચૌદ રાજે અભયપથ
મારા સંયમ મનોરથ"
“વીરનો નિર્મલ પથ
મારા સંયમ મનોરથ"
“હસતા મુખે શપથ
મારા સંયમ મનોરથ"
“આશિષ વર્ષાનો પથ
મારા સંયમ મનોરથ"
“ખુશીમાં રહેવાનો પથ
મારા સંયમ મનોરથ"
“કૃપાવૃષ્ટિ અનહદ
મારા સંયમ મનોરથ"
“મારા સંયમ મનોરથ
મારા સંયમ મનોરથ"
(रचना : अंकित शाह – सुरत)
रात’दि में सेव्या विरतीना विचार
में नजरे निरख्या श्रमणोना आचार
हवे जागी रे मनमां एक ज प्यास…
हुं मांगुं परमनो पथ,
मारा संयम मनोरथ…
मने लागी संयमनी रढ
मारा संयम मनोरथ…
प्रभु आणना लई शपथ
मारा संयम मनोरथ…
जागी गयो जागी गयो रे…
हे वीर तारी मीठी वाते,
गोयमादि विनयी थया…
ने शरणु साचुं पामीने,
तुज शासन वंशी बन्या…
ए वैशाखी अगियारसे,
उजळा ए वेष धर्या…
ते शासन स्थापी धन्यदिने,
तुज वेषमां घेला कर्या…
ए धन्य पळे भळवा,
गुरु शरणमां विहरवा…
वीरवचने अंकित थवानो
एक ज आतो जिनपथ…
हुं मांगुं परम नो पथ,
मारा संयम मनोरथ…
मने लागी संयमनी रढ
मारा संयम मनोरथ…
प्रभु आणना लई शपथ
मारा संयम मनोरथ…
जागी गयो जागी गयो रे…
“चौद राजे अभयपथ
मारा संयम मनोरथ"
“वीरनो निर्मल पथ
मारा संयम मनोरथ"
“हसता मुखे शपथ
मारा संयम मनोरथ"
“आशिष वर्षानो पथ
मारा संयम मनोरथ"
“खुशीमां रहेवानो पथ
मारा संयम मनोरथ"
“कृपावृष्टि अनहद
मारा संयम मनोरथ"
“मारा संयम मनोरथ
मारा संयम मनोरथ"