આંગણ ઉત્સવ બની આવો વૃષભજી
સંઘે શોભે રૂડા મરુદેવી માતજી
આંગણ ઉત્સવ…
નાભિના નંદલાલા સુનંદાના વ્હાલા
વિમલાચલ નાથ પ્રભુ કરું કાલા વાલા
પ્રભુ આ વિનંતી મારી કરજો સ્વીકારજી
આંગણ ઉત્સવ…
નયનોના દ્વારે તોરણ બંધાવું
પુષ્પોની ક્યારી એ કેતકી રોપાવું
ઝાંખી કરતા નયનોનાં સુખનો નહિ પારજી
આંગણ ઉત્સવ…
દર્શન આપી કરુણા વરસાવી
ભક્તોને મુક્તિનો મારગ સમજાવી
હાથ ઝાલી કરાવો ભવસાગર પારજી
આંગણ ઉત્સવ…
आंगण उत्सव बनी आवो वृषभजी
संघे शोभे रूडा मरुदेवी मातजी
आंगण उत्सव…
नाभिना नंदलाला सुनंदाना व्हाला
विमलाचल नाथ प्रभु करुं काला वाला
प्रभु आ विनंती मारी करजो स्वीकारजी
आंगण उत्सव…
नयनोना द्वारे तोरण बंधावुं
पुष्पोनी क्यारी ए केतकी रोपावुं
झांखी करता नयनोनां सुखनो नहि पारजी
आंगण उत्सव…
दर्शन आपी करुणा वरसावी
भक्तोने मुक्तिनो मारग समजावी
हाथ झाली करावो भवसागर पारजी
आंगण उत्सव…



