સુઈ જા તું પારણીયામાં (૨ વાર)
ત્રિશલા ગાતી હાલરડાં, મીઠા મધુરા સ્વર માં
સુઈ જા તું પારણીયામાં… (૨ વાર)
રેશમ દોરી માત ઝુલાવે, મનમાં કરે રે વિચાર
આતો મનમાં કરે રે વિચાર…
લાડલો મારો રાજા થાશે, ભોગવશે રાજ-પાટ
એતો ભોગવશે રાજ પાટ…
રાજે કીધું આ અવની પર (૨ વાર),
જન્મ્યો ક્ષત્રિય કુંડમાં
સુઈ જા તું પારણીયામાં… (૨ વાર)
લાડલો મારો મોટો થાશે, મોસાળું આવશે જરૂર
મોસાળું આવશે જરૂર…
મામા મામી ઝભલા ટોપી, ધુધરા લાવશે જરૂર
ધુધરા લાવશે જરૂર…
હોંશે બતાવીશ સખીયોને હું (૨ વાર),
માતા રંગાઈ રંગમાં
સુઈ જા તું પારણીયામાં… (૨ વાર)
લાડલો મારો મોટો થાશે, નિશાળે મુકીશ જરૂર
એને-નિશાળે મુકીશ જરૂર…
પાટી પુસ્તક પ્રભાવનાને, સુખડી આપીશ જરૂર
એને સુખડી આપીશ જરૂર…
મેવા મીઠાઈ મામા લાવશે (૨ વાર),
બાટિશ ક્ષત્રિય કુંડમાં
સુઈ જા તું પારણીયામાં… (૨ વાર)
લાડલો મારો મોટો થાશે, પરણાવીશ-એને જરૂર
હું પરણાવીશ એને-જરૂર…
નાર નવેલી નાની લાવીશ, ગીતો હું ગાઈશ જરુર
ગીતો હું ગાઈશ જરુર…
મોટા થઈ માં હલશું વેવાણમાં (૨ વાર),
સુખ થાશે આ જીવનમાં
સુઈ જા તું પારણીયામાં… (૨ વાર)
માત પિતા-એ અરમાનો બાંધ્યા, મહાવીર કીધા છે પૂર્ણ
જુવો મહાવીર કીધા છે પૂર્ણ…
ભાઈ-ભાઈ નો આગ્રહ જાણી, વર્ષ રહ્યા ત્રીશ પૂર્ણ
મહાવીર વર્ષ રહ્યા ત્રીશ પૂર્ણ…
અંતે લીધી દીક્ષા કલ્યાણ ની (૨ વાર),
મહાવીર થયા આ જગમાં
સુઈ જા તું પારણીયામાં… (૨ વાર)
सुई जा तुं पारणीयामां (२ बार)
त्रिशला गाती हालरडां, मीठा मधुरा स्वर मां
सुई जा तुं पारणीयामां… (२ बार)
रेशम दोरी मात झुलावे, मनमां करे रे विचार
आतो मनमां करे रे विचार…
लाडलो मारो राजा थाशे, भोगवशे राज-पाट
एतो भोगवशे राज पाट…
राजे कीधुं आ अवनी पर (२ बार),
जन्म्यो क्षत्रिय कुंडमां
सुई जा तुं पारणीयामां… (२ बार)
लाडलो मारो मोटो थाशे, मोसाळुं आवशे जरूर
मोसाळुं आवशे जरूर…
मामा मामी झभला टोपी, धुधरा लावशे जरूर
धुधरा लावशे जरूर…
होंशे बतावीश सखीयोने हुं (२ बार),
माता रंगाई रंगमां
सुई जा तुं पारणीयामां… (२ बार)
लाडलो मारो मोटो थाशे, निशाळे मुकीश जरूर
एने-निशाळे मुकीश जरूर…
पाटी पुस्तक प्रभावनाने, सुखडी आपीश जरूर
एने सुखडी आपीश जरूर…
मेवा मीठाई मामा लावशे (२ बार),
बाटिश क्षत्रिय कुंडमां
सुई जा तुं पारणीयामां… (२ बार)
लाडलो मारो मोटो थाशे, परणावीश-एने जरूर
हुं परणावीश एने-जरूर…
नार नवेली नानी लावीश, गीतो हुं गाईश जरुर
गीतो हुं गाईश जरुर…
मोटा थई मां हलशुं वेवाणमां (२ बार),
सुख थाशे आ जीवनमां
सुई जा तुं पारणीयामां… (२ बार)
मात पिता-ए अरमानो बांध्या, महावीर कीधा छे पूर्ण
जुवो महावीर कीधा छे पूर्ण…
भाई-भाई नो आग्रह जाणी, वर्ष रह्या त्रीश पूर्ण
महावीर वर्ष रह्या त्रीश पूर्ण…
अंते लीधी दीक्षा कल्याण नी (२ बार),
महावीर थया आ जगमां
सुई जा तुं पारणीयामां… (२ बार)


