ત્રિશલાજીનો લાડકડો ને.. સિધ્ધારથ શણગાર
મહાવીર તારા નામે મારે.. તરવો છે સંસાર
રાજપાટના સુખ અનેરા.. તોયે ત્યાગી દીધાં
વનનાં દુઃખડાં હાથે કરીને.. માથે વહોરી લીધાં
હસતાં હસતાં સહન કર્યા તેં પરિષહ પારાવાર
મહાવીર તારા…
ભાન ભૂલીને ચંડકૌશિકે.. ડંખ ભંયકર દીધાં
બુજ્ઝ બુજ્ઝના અમૃતવેણે.. દુઃખડાં સંહરી લીધાં
માવડી થઈ પંદર દિવસે.. મોકલ્યો સ્વર્ગ મોજાર..
મહાવીર તારા…
કાળચક્રને મૂક્યું તો યે.. દિલમાં સમતા રાખી
આગ સમા એ સંગમ સામે.. છાંટયું પ્રેમનું પાણી
સંકટોનો સ્વીકાર કરીને.. ક્ષમા હૃદયમાં ધારી
મહાવીર તારા…
રક્તતણાં આ કણકણમાંહી.. તારું શાસન રહેજો
તારા શાસન કાજે.. મરી ફીટવાની હિંમત દેજો
ભરી દ્યો ને રગરગમાંહી.. વીર શાસનનો પ્યાર
મહાવીર તારા…
त्रिशलाजीनो लाडकडो ने.. सिध्धारथ शणगार
महावीर तारा नामे मारे.. तरवो छे संसार
राजपाटना सुख अनेरा.. तोये त्यागी दीधां
वननां दुःखडां हाथे करीने.. माथे वहोरी लीधां
हसतां हसतां सहन कर्या तें परिषह पारावार
महावीर तारा…
भान भूलीने चंडकौशिके.. डंख भंयकर दीधां
बुज्झ बुज्झना अमृतवेणे.. दुःखडां संहरी लीधां
मावडी थई पंदर दिवसे.. मोकल्यो स्वर्ग मोजार..
महावीर तारा…
काळचक्रने मूक्युं तो ये.. दिलमां समता राखी
आग समा ए संगम सामे.. छांटयुं प्रेमनुं पाणी
संकटोनो स्वीकार करीने.. क्षमा हृदयमां धारी
महावीर तारा…
रक्ततणां आ कणकणमांही.. तारुं शासन रहेजो
तारा शासन काजे.. मरी फीटवानी हिंमत देजो
भरी द्यो ने रगरगमांही.. वीर शासननो प्यार
महावीर तारा…


